Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 283
________________ * * * * * * ************** इति श्रीविश्वनाथपञ्चाननभट्टाचार्यविरचितायां सिद्धान्तमुक्तावल्यां प्रत्यक्षपरिच्छेदः । મુક્તાવલી : (૩) યોગજ સંનિકર્ષ : યોગાભ્યાસથી ઉત્પન્ન થયેલો ધર્મવિશેષ તે જ યોગજ (સમાધિ) સંનિકર્ષ છે. આ ધર્મવિશેષનું શ્રુતિ-સ્મૃતિ-પુરાણાદિ ગ્રન્થોમાં પ્રતિપાદન કર્યું છે. આ ધર્મવિશેષ એટલે તેમના મતે ઉત્કૃષ્ટ પુણ્ય સમજવું અથવા ઈશ્વરાનુગ્રહથી યુક્ત એવું સ્વચ્છ જ્ઞાન સમજવું. જેમને યોગથી ઈશ્વરાનુગ્રહોપેત સ્વચ્છજ્ઞાન સ્વરૂપ ધર્મવિશેષ યોગજ સંનિકર્ષ પ્રાપ્ત થાય તેમને ચિન્તા (ઉપયોગ) વિના પણ સકળ પદાર્થનું સર્વદા ભાન થયા કરે. આવા યોગીને ‘યુક્તયોગી' કહેવામાં આવે છે અને તેથી તેમના તે સંનિકર્ષને યુક્ત યોગજ સંનિકર્ષ કહેવામાં આવે છે. જેને યોગથી ઉત્કૃષ્ટ પુણ્યાત્મક ધર્મવિશેષ = યોગજ સંનિકર્ષ પ્રાપ્ત થાય તેને તે સંનિકર્ષથી તથા ચિન્તા(ઉપયોગ)થી કાલાન્તરીય - દેશાન્તરીય સકળ પદાર્થનું યોગજ પ્રત્યક્ષ થાય. આ યોગીને ‘મુંજાન યોગી' કહેવાય છે. અને તેથી જ તેમના તે સંનિકર્ષને યુંજાન યોગજ સંનિકર્ષ કહેવાય છે. ॥ પ્રથમ ખંડ સમાપ્ત ॥ = ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ (૨૦૨)

Loading...

Page Navigation
1 ... 281 282 283 284