________________
થઈ જશે, કેમકે દ્રવ્યપ્રત્યક્ષમાં ઈન્દ્રિયસંયોગને તમે કારણ કહ્યો છે. અહીં ઘટ અને સ્પર્શનેન્દ્રિયના સંયોગ સ્વરૂપ કારણ મોજૂદ છે એટલે તેનાથી ચાક્ષુષ દ્રવ્યપ્રત્યક્ષ કેમ ન થાય ? અહીં અન્વય-વ્યભિચાર આવ્યો.
ઉત્તર : સારું, તો હવે અમે વિશેષરૂપથી દરેક ઈન્દ્રિયના પ્રત્યક્ષના કારણો કહીશું. ૧. દ્રવ્યચાક્ષુષ પ્રત્યે ચતુઃસંયોગ કારણ છે.
૨. દ્રવ્યસમવેતચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયુક્તસમવાયસંબંધ કારણ છે.
૩. દ્રવ્યસમવેતસમવેતચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયુક્તસમવેતસમવાય કારણ છે. આ જ રીતે સ્પાર્શનાદિ પ્રત્યક્ષમાં પણ સમજી લેવું.
मुक्तावली : परन्तु पृथिवीपरमाणुनीले नीलत्वं पृथिवीपरमाणौ पृथ्वीत्वं च चक्षुषा कथं न गृह्यते ? तत्र परम्परयोद्भूतरूपसम्बन्धस्य महत्त्वसम्बन्धस्य च सत्त्वात् । तथाहि - नीले नीलत्वजातिरेकैव घटनीले परमाणुनीले च वर्तते, तथा च महत्त्वसम्बन्धो घटनीलमादाय वर्तते, उद्भूतरूपसम्बन्धस्तूभयमादायैव वर्तते । एवं पृथिवीपरमाणौ पृथिवीत्वेऽपि घटादिकमादाय महत्त्वसम्बन्धो बोध्यः । एवं वायौ तदीयस्पर्शादौ च सत्तायाश्चाक्षुषप्रत्यक्षं સ્વાત્ ।
મુક્તાવલી : પ્રશ્ન ઃ (૧) પરમાણુના નીલરૂપમાં જે નીલત્વ જાતિ છે તેનું ચાક્ષુષપ્રત્યક્ષ કેમ ન થાય ? તમે કદાચ કહેશો કે ચાક્ષુષપ્રત્યક્ષ જેનું કરવું હોય ત્યાં ઉદ્ભૂત રૂપ અને મહત્ત્વ પણ સાક્ષાત્ કે પરંપરયા સંબંધથી જવું જોઈએ, તો અમે કહીશું કે પરમાણુના નીલરૂપમાં જે નીલત્વ છે ત્યાં મહત્ત્વ અને ઉદ્દ્ભૂત રૂપ બે ય પરંપરાસંબંધથી જાય છે જ. માટે ૫૨માણુના નીલરૂપમાં રહેલા નીલત્વનું ચાક્ષુષપ્રત્યક્ષ કેમ ન થાય ?
પરમાણુના નીલરૂપના નીલત્વમાં મહત્ત્વ અને ઉદ્ભૂત રૂપ પરંપરયા પણ શી રીતે જાય છે ? એવું જો તમે પૂછો તો એનું સમાધાન એ છે કે પરમાણુનીલમાં જે નીલત્વ છે તે જ નીલત્વ ઘટનીલમાં છે, કેમકે નીલત્વ જાતિ તો એક જ છે. હવે જે ઘટના નીલમાં નીલત્વ છે તે ઘટમાં મહત્ત્વ છે જ. તે મહત્ત્વ સ્વસમવાયિ(ઘટ)સમવેત(નીલરૂપ) સમવેતત્વ(નીલત્વ) સંબંધથી ઘટનીલમાં રહેલા નીલત્વમાં પહોંચી ગયું. આ જ નીલત્વ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૨૪૭)