Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ roto coccusexstowwsaw scossascostoboossstawodawson मुक्तावली : तत्र योग्यताप्यपेक्षिता, सा च प्रतियोगिसत्त्वप्रसञ्जनप्रसञ्जित| प्रतियोगिकत्वरूपा । तदर्थश्च प्रतियोगिनो घटादेः सत्त्वप्रसक्त्या प्रसञ्जित | उपलम्भरूपः प्रतियोगी यस्य सोऽभावप्रत्यक्षे हेतुः ।। - મુક્તાવલી : પ્રશ્ન : ભૂતલ ઉપર ઘટાનુપલબ્ધિ હોય તો ભૂતલ ઉપર ઘટાભાવનું છે. પ્રત્યક્ષ થાય છે, તો પછી ભૂતલ ઉપર પરમાણુની અનુપલબ્ધિ (પરમાણુના જ્ઞાનનો અભાવ) છે તો ભૂતલ ઉપર પરમાણુના અભાવનું પ્રત્યક્ષ કેમ થતું નથી. એ જ રીતે | ભૂતલ ઉપર પિશાચના જ્ઞાનનો અભાવ = પિશાચાનુપલબ્ધિ છે તો “ભૂતને | fશાવમાવ:' એવું પ્રત્યક્ષ કેમ થતું નથી ? ઉત્તર : અભાવના પ્રત્યક્ષમાં અમે અનુપલબ્ધિને (ઉપલંભાભાવને) કારણ કહ્યું પણ | તે અનુપલબ્ધિ યોગ્ય હોવી જોઈએ, અર્થાત્ યોગ્ય એવી અનુપલબ્ધિ (યોગ્ય એવો | ઉપલંભાભાવ) એ જ અભાવપ્રત્યક્ષમાં કારણે છે. અયોગ્ય એવી અનુપલબ્ધિથી | અભાવનું પ્રત્યક્ષ થાય નહિ. પ્રશ્ન : અનુપલબ્ધિ યોગ્ય હોવી જોઈએ એટલે શું ? અર્થાત્ અનુપલબ્ધિમાં | યોગ્યતા એ શું વસ્તુ છે ? કઈ અનુપલબ્ધિને યોગ્ય કહેવાય અને કઈ અનુપલબ્ધિને | અયોગ્ય કહેવાય ? ઉત્તર : “જો અહીં પ્રતિયોગી (ઘટ) હોત તો જરૂર તેનું જ્ઞાન (ઉપલબ્ધ) થાત” એવું જયાં બને ત્યાં તે ઘટજ્ઞાનનો અભાવ યોગ્ય કહેવાય. દા.ત. જો ભૂતલ ઉપર ઘટ હોત તો જરૂર તેનું જ્ઞાન થાત એવું બોલી શકાય છે. અહીં ઘટાભાવનું પ્રત્યક્ષ કરવું છે માટે ઘટાભાવનો પ્રતિયોગી ઘટ બન્યો. આ પ્રતિયોગી એવા ઘટની સત્તાનો આરોપ કર્યો કે જો અહીં (પ્રતિયોગી) હોત (દ્ધિ મંત્ર પર: યાત્) તો અહીં ઘટનું જ્ઞાન થાત, એ બીજો આરોપ થયો. આ જ વાતને ન્યાયની ભાષામાં આમ કહેવાય કે પ્રતિયોગીની | સત્તાના આપાદનથી=પ્રસંજનથી આપા=પ્રસંજિત બન્યું. ઘટપ્રત્યક્ષ ઘટજ્ઞાન. તત્વતિયોગિક અભાવ = ઘટજ્ઞાનાભાવ = ઘટાનુપલબ્ધિ એ યોગ્ય કહેવાય. यदि अत्र घट: स्यात् तर्हि उपलभ्येत । यदि अत्र घट: स्यात् तर्हि तज्ज्ञानं स्यात् । यदि अत्र घट: स्यात् तर्हि तदुपलम्भः स्यात् । ****** ** ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૫) E* * *

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284