________________
****
કારણતાનો અવચ્છેદક પૃથ્વીત્વ જાતિ જ છે. તે જલમાં તો છે જ નહિ. જ્યાં પૃથ્વીત્વ જાતિ હોય તે પૃથ્વીમાં જ નીલરૂપ હોય. જલમાં નીલજનકતાવચ્છેદક પૃથ્વીત્વ જાતિ નથી માટે ત્યાં નીલરૂપ પણ નથી જ.
પ્રશ્ન : તો પછી યમુનાદિના જલમાં નીલરૂપ પ્રતીત થાય છે તેનું શું ?
ઉત્તર : યમુનાદિના જલમાં જે નીચે નીલ પૃથ્વી છે તેની પ્રતીતિ જલમાં થાય છે, અર્થાત્ જલનો જે શ્યામ પૃથ્વી આશ્રય બનેલ છે તે શ્યામ પૃથ્વીરૂપ ઉપાધિને કારણે જલમાં નીલવત્તાની પ્રતીતિ થાય છે. (જેમ સ્ફટિકમાં જપાકુસુમરૂપ ઉપાધિથી રક્તવર્ણની ઔપાધિકી પ્રતીતિ થાય છે તેમ.)
પ્રશ્ન : આ હકીકતમાં પ્રમાણ શું છે ?
ઉત્તર : પ્રમાણ એ જ કે તે જ યમુના-જલને આકાશમાં અદ્ધર ઉછાળવામાં આવે તો તે શુક્લ દેખાય છે, કેમકે તે વખતે શ્યામ પૃથ્વીરૂપ આશ્રયનો સંબંધ રહેતો નથી. मुक्तावली : अथ जले माधुर्ये किं मानम् ? न हि प्रत्यक्षेण कोऽपि रसस्तत्रानुभूयते । न च नारिकेलजलादौ माधुर्यमुपलभ्यत एवेति वाच्यम्, तस्याश्रयौपाधिकत्वात् । अन्यथा जम्बीररसादावाम्लादिरसोपलब्धेराम्लादिमत्त्वमपि स्यादिति चेत् ?
મુક્તાવલી : પ્રશ્ન : જલમાં માધુર્ય છે તેમાં શું પ્રમાણ છે ? કેમકે પ્રત્યક્ષથી તો જલમાં કોઈપણ રસની પ્રતીતિ થતી જ નથી.
ઉત્તર : નાળિયેરના જલમાં પ્રત્યક્ષથી જ માધુર્ય ઉપલબ્ધ થાય છે.
પ્રશ્ન : ના, એ કાંઈ જલનું માધુર્ય નથી કિન્તુ એ જલના આશ્રયભૂત નાળિયેર ફળરૂપ પૃથ્વીનું માધુર્ય જલમાં પ્રતીત થાય છે. અને જો આમ છતાં એ માધુર્ય જલનું જ કહેવું હોય તો ‘જલનો મધુર જ રસ છે' એમ નહિ કહેવાય, કેમકે પછી તો લીંબુના પાણીમાં ખટાશ હોવાથી જલનો આમ્બરસ પણ કહેવો પડશે. પરંતુ તે આમ્લરસ પણ લીંબુ રૂપ આશ્રયાત્મક ઉપાધિથી છે. વસ્તુતઃ તે ખટાશ જલની નથી અને નાળિયેરના જલમાં માધુર્ય પણ જલનું પોતાનું નથી. તો પછી જલનો મધુર રસ છે તેમાં પ્રમાણ શું છે ?
मुक्तावली : न, हरितक्यादिभक्षणस्य जलरसव्यञ्जकत्वात् । न च ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ) (૧૪૧)