________________
Ketaustastars
toboostxsacharstwoodworststaxtachochestestuestes carxastustaxtacantasto
ઉત્તેજકાભાવવિશિષ્ટ મણિ : અહીં મણિ એ વિશેષ્ય છે. ઉત્તેજકાભાવ એ વિશેષણ
નંબર ૧માં ઉત્તેજકાભાવરૂપ વિશે પણ નથી અને વિશેષ્ય છે માટે અહીં વિશેષણાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ કહેવાય.
નંબર માં ઉત્તેજકાભાવરૂપ વિશેષણ તો છે પણ મણિરૂપ વિશેષ્ય નથી માટે અહીં | વિશેષ્યાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ કહેવાય.
નંબર ૩માં ઉત્તેજકાભાવરૂપ વિશેષણ નથી (કેમકે ઉત્તેજક છે) અને મણિરૂપ વિશેષ્ય પણ નથી માટે અહીં ઉભયાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ છે એમ કહેવાય.
આમ ત્રણેય સ્થાને દાહના કારણરૂપ જુદી જુદી જાતના (વિશેષણાભાવ પ્રયુક્ત, 'વિશેષ્યાભાવ પ્રયુક્ત અને ઉભયાભાવ પ્રયુક્ત) વિશિષ્ટાભાવ હાજર છે માટે દાહકાર્ય થયું. આમ દાહ પ્રત્યે શક્તિને કારણ ન માનવા છતાં બધું બરોબર થઈ જાય છે, માટે શક્તિ નામનો પદાર્થ માનવાની જરૂર રહેતી નથી.
શક્તિવાદીઃ કાર્ય માત્ર પ્રત્યે તે તે કાર્યના કારણમાં કાર્યાનુકૂલ (કાર્યજનક) શક્તિ, માનીએ તો કારણતાવચ્છેદક એક જ શક્તિ બને. જ્યારે શક્તિ ન માનવાથી તો તે તે દંડાદિ કારણમાં રહેલ દંડવાદિ કારણતાવચ્છેદક અનંતા માનવા પડે. એક જ ઘટ પ્રત્યે દંડવેન, ચક્રત્વેન અને કુલાલત્વેને દંડ, ચક્ર, કુલાલાદિને કારણ કહેવા પડે. જ્યારે અમારે તો શક્તિમત્તેન દંડાદિની કારણતા કહી શકાય. આ જ મોટું લાઘવ છે.
કાર્ય..કારણ (ઘટ) (દંડ)
કારણતાવચ્છેદક – શક્તિ નૈયાયિક : પણ દંડાદિમાં ઘટાનુકૂલ જે શક્તિ તમે કહો છો તે અતીન્દ્રિય છે, તો | તેને અભિવ્યક્ત કોણ કરે ? અર્થાત્ તેનો અભિવ્યંજક કોણ ?
શક્તિવાદીઃ દંડત્વાદિના જ્ઞાન તેના અભિવ્યંજક બનશે. “ઘટાદિ પ્રત્યે દંડાદિની | કારણતા દંડત્વાદિરૂપથી છે' તેવું જ્ઞાન થાય એટલે દંડવાદિના જ્ઞાનથી દંડાદિમાં રહેલી મે | ઘટાનુકૂલ શક્તિનું પણ જ્ઞાન થાય અને પછી શક્તિમત્ત્વન ઘટત્વેને દંડ-ઘટનો કાર્ય
કારણભાવ જમાવી શકાય.
ETV
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૩૩) EYES