________________
ઉત્તર : ત્યાં ચેષ્ટા નથી એ વાતમાં કોઈ પ્રમાણ નથી.
પ્રશ્ન : મૃતદેહમાં ચેષ્ટા નથી છતાં તે શરીર તો કહેવાય જ છે ને ? તો અહીં લક્ષણની અવ્યાપ્તિ નિશ્ચિત છે.
ઉત્તર : તો ચેષ્ટાવવન્ત્યાવયનિવૃત્તિવત્તાપ્પનાતિમત્ત્વ શરીરત્વમ્ લક્ષણ કરીશું. ચેષ્ટાવકૢ અન્ત્યાવયવી જીવિત ચૈત્રાદિનું શરીર, તેમાં રહેલી દ્રવ્યત્વવ્યાપ્યજાતિ માનુષત્વાદિ, તે વાળું મૃત શરીર પણ બની ગયું, તેથી અવ્યાપ્તિ આવે નહિ.
પ્રશ્ન : ચેષ્ટાવદત્ત્વ-અવયવી માનુષ-શરીર પાર્થિવ છે માટે તેમાં દ્રવ્યત્વવ્યાપ્યજાતિ જેમ માનુષત્વાદિ મળે છે તેમ પૃથ્વીત્વ પણ મળે છે, તે વાળો ઘટ બની જતાં તેમાં અતિવ્યાપ્તિ થશે.
ઉત્તર : તો અમે આ લક્ષણમાં પરિષ્કાર કરીશું.
પૃથ્વીત્વ જાતિ તો અન્ત્યાવયવીમાં રહે છે તેમ કપાલાદિ અવયવમાં પણ રહે છે, જ્યારે માત્ર અન્ત્યાવયવીમાં તો માનુષત્વાદિ તથા ઘટત્વાદિ જાતિ રહે છે. અને તેમાં ચેષ્ટાશ્રય એવા કેવળ અન્ત્યાવયવીમાં તો માત્ર શરીરત્વ જ રહે. એટલે હવે અમે કહીશું કે અન્યાવવિમાત્રવૃત્તિ=ાવવૃત્તિનાતિમત્ત્વમ્ = શરીરત્વમ્ । હવે ઘટત્વને લઈને અતિવ્યાપ્તિ નહિ આવે, કેમકે ઘટત્વ એ ચેષ્ટાશ્રયવવૃત્તિ નથી. પૃથ્વીત્વને લઈને પણ ઘટાદિમાં અતિવ્યાપ્તિ નહિ આવે, કેમકે પૃથ્વીત્વ એ અન્ત્યાવયવીમાત્રવૃત્તિ નથી. (અન્ત્યાવયવી સિવાયના કપાલાદિમાં પણ તે વૃત્તિ છે).
પ્રશ્ન : તમે આ જે છેલ્લો પરિષ્કાર કર્યો તેમાં ય નૃસિંહ-શરીરમાં અવ્યાપ્તિ થશે, કેમકે નૃસિંહમાં નૃસિંહત્વ એ એકવ્યક્તિવૃત્તિ ધર્મ હોવાથી જાતિ બનતી નથી તો પછી ‘અન્ત્યાવયવિમાત્રવૃત્તિચેષ્ટાશ્રયવવૃત્તિજાતિમત્ત્વ' તેમાં શી રીતે જશે ?
ઉત્તર : નૃસિંહમાં દેવત્વ જાતિ છે, તેને લઈને અવ્યાપ્તિ નહિ આવે.
પ્રશ્ન : ના, દેવત્વ જાતિ નહિ લેવાય, કેમકે દેવત્વનું જલત્વ-તેજસ્ટ્સ સાથે સાંકર્ય આવે છે. તે આ રીતે :
નદીજલમાં દેવત્વ નથી, જલત્વ છે; સૂર્યાદિ દેવોમાં જલત્વ નથી, દેવત્વ છે અને જલીય દેવ-શરીરમાં જલત્વ-દેવત્વ બે ય છે.
એ જ રીતે,
સુવર્ણમાં દેવત્વ નથી, તેજસ્વ છે; જલીય દેવોમાં દેવત્વ છે, તેજસ્ટ્સ નથી અને તૈજસ દેવ-શરીરમાં દેવત્વ-તેજસ્વ બે ય છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૧૩૨)