________________
*********************
નૈયાયિક : ના, અમે સ્વરૂપસંબંધ સિદ્ધ કરવા ગયા હતા તે વાત જ ખોટી છે. અમે તો સમવાયને સિદ્ધ કરવા યત્ન કર્યો અને અનુમાનથી ગુણ-ગુણી આદિનો સમવાયસંબંધ જ સિદ્ધ કર્યો. એટલે અમને સિદ્ધસાધન કે અર્થાન્તર એકેય દોષ લાગતો નથી. વળી જો અમે ગુણ-ગુણી આદિ પાંચ વચ્ચે સ્વરૂપસંબંધ સિદ્ધ કરીએ તો અનંતા સ્વરૂપસંબંધ માનવા પડે, એટલે તેમાં તો ગૌરવ છે. તેના કરતાં લાઘવાત્ બધા ય વચ્ચે એક અને નિત્ય સમવાયસંબંધ જ કેમ ન માનવો ?
પ્રશ્ન : સારું, જો સમવાય એક જ હોય તો તેનો અર્થ તો એ થયો ને કે વાયુમાં જેમ સ્પર્શસમવાય છે તેમ રૂપસમવાય પણ છે. તો પછી વાયુમાં સ્પર્શવત્તાની, અર્થાત્ વાયુ: સ્પર્શવાન્ એવી બુદ્ધિ થાય છે તેમ હવે રૂપસમવાય પણ હોવાથી વાયુમાં રૂપવત્તાની, અર્થાત્ વાથૂ રૂપવાન્ એવી પણ પ્રતીતિ થવાની આપત્તિ આવશે.
*ઉત્તર : ના, જરાય નહિ. વાયુમાં રૂપસમવાય હોવા છતાં ત્યાં રૂપ નથી, એટલે વાયુમાં રૂપવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ આવશે નહિ.
આમ ગુણ-ગુણી આદિ પાંચ સ્થાનોમાં તો અનંતા સ્વરૂપસંબંધ માનવા કરતાં નિત્ય અને એક જ સમવાયસંબંધ માનવો ઉચિત છે.
પ્રશ્ન : જો આમ જ હોય તો જગતમાં અભાવોને રહેવા માટે અનંતા સ્વરૂપસંબંધ શા માટે માનવા જોઈએ ? ત્યાં તમને ગૌરવ નડતું નથી ? એના કરતાં ત્યાં પણ સમવાયની જેમ એક જ વૈશિષ્ટ્ય નામનો સંબંધ માની લો ને !
ઉત્તર : ભલે કદાચ તેમ માની લઈએ. પણ વૈશિષ્ટ્ય સંબંધ નિત્ય માનવો કે અનિત્ય? અર્થાત્ ભૂતલ ઉપર જે ઘટાભાવ રહેલો છે તે જે વૈશિષ્ટ્ય સંબંધથી રહ્યો છે તે વૈશિષ્ટ્ય સંબંધ નિત્ય કે અનિત્ય ?
જો નિત્ય માનીશું તો ઘટામાવવત્ ભૂતત્વમ્ એવી પ્રતીતિ જે ભૂતલ ઉપર થાય છે તે ભૂતલ ઉપર ઘટ લાવ્યા પછી પણ ઘટામાવવત્ ભૂતત્વમ્ એવી જ પ્રતીતિ થયા કરશે, કેમકે ભૂતલ ઉપર ઘટ આવી ગયા પછી પણ ત્યાં ઘટાભાવ છે જ, કેમકે ઘટાભાવ નિત્ય છે એટલે ઘટ આવવાથી ઘટાભાવ નષ્ટ થતો નથી પણ ઢંકાઈ જાય છે. એટલે હવે ઘટાભાવરૂપ વિશેષણ છે, ભૂતલરૂપ વિશેષ્ય છે અને વૈશિષ્ટ્ય સંબંધ પણ નિત્ય હોવાથી ત્યાં છે જ. આમ ભૂતલ ઉપર ઘટ આવ્યા પછી પણ ઘટાભાવ, ભૂતલ અને તે બે વચ્ચેનો સંબંધ, આમ ત્રણેયની હાજરી હોવાથી ‘ઘટામાવવત્ ભૂતલમ્' એવી બુદ્ધિ થયા કરશે. માટે વૈશિષ્ટ્ય સંબંધને નિત્ય માનવામાં આ આપત્તિ આવે છે.
પૂર્વપક્ષ ઃ તો ઘટાભાવને અનિત્ય માનીએ જેથી આ આપત્તિ નહિ આવે, કેમકે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૫૭)