________________
નંદીસૂત્ર
પરિશિષ્ટ “ક શ્રોતાઓના ઉદાહરણો.
ચૌદ પ્રકારના શ્રોતાઓ છે તેમાં પ્રથમ સેલ ઘણ તે પત્થર ઉપર જેમ મેઘ વરસે પણ પત્થર પાણીથી ભીંજાય નહિ, તેમ શ્રોતા વ્યાખ્યાનાદિક સાભળે પણ સમ્યકજ્ઞાન પામે નહિ, બુદ્ધ થાય નહિ.
દષ્ટાંતા- કુશિષ્યરૂપી પત્થર, સદ્ગુરૂ રૂપી મેઘ, અને બોધ રૂપી પાણી, મુંગશેલીયા તથા પુષ્પરાવર્ત મેઘનું દૃષ્ટાત જેમ પુષ્કરાવ મેઘથી મુંગશેલીઓ પલળ્યો નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સવેગાદિક ગુણ યુક્ત સમાચાર્યના પ્રતિબોધ્યા પણ સમજે નહિ, વૈરાગ્ય-રંગ પામે નહિ. માટે તે શ્રોતા છેડવા ગ્ય છે. એ અવિનીતને દષ્ણાત જાણવું.
જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તો તે ઘણી ભીંજે તથા પાણી પણ રાખે, તથા ગેમાદિક [ ઘઉં પ્રમુખ ] ની ઘણી નિષ્પત્તિ કરે તેમ વિનિત સુશિષ્ય પણુ ગુરૂની ઉપદેશરૂપ વાણી સાંભળી હદયમાં ઘારી રાખે, વૈરાગ્યે કરી ભીંજાય, અને અનેક બીજા ભવ્ય જીવોને વિનય ધર્મ વિષે પ્રવર્તાવે માટે તે શ્રોતા આદરવા ચગ્ય છે
[૨] કુડગ- કુભનું દૃષ્ટાંત તે કુંભના આઠ ભેદ છે. તેમાં પ્રથમ ઘડે સંપૂર્ણ ઘડાના ગુણે કરી વ્યાપ્ત છે. તેના ત્રણ ગુણ
૧] તે મધ્યે પાણી ભરવાપર કિંચિત્ બહાર જાય નહિ. [૨] પોતે શીતળ છે માટે તૃષા બીજાની છીપાવે અને શીતળ કરે. [૩] પરની મલિનતા દૂર કરે તેમ એકેક શ્રોતા વિનયાદિ ગુણે કરી સંપૂર્ણ ભર્યા છે. તે ત્રણ
ગુણ કરે
[અ] ગુર્નાદિકનો ઉપદેશ સર્વ ધારી રાખે- કિંચિત્ વિસારે નહિ [બ પોતે જ્ઞાન પામી શીતળ દશા પામ્યા છે અને ભવ્ય જીવોના વિવિધ તાપ શમાવી
શીતળ કરે [ક] ભવ્ય જીની સ દેહ રૂપ મલિનતા ટાળે એ શ્રોતા આદરવા ગ્ય છે. [૨] એક ઘડો બાજુમાં કાણો છે તેમાં પાણી ભરે તે અડધું પાણી રહે અને અડધું વહી જાય. તેમ એકેક શ્રેતા વ્યાખ્યાનાદિ સાંભળે તે અડધુ ધારી રાખે અડધું વિસરી જાય
(૩) એક ઘડો નીચે કાણો છે તેમાં પાણી ભરે તે સર્વ વહી જાય પણ રહે નહિ તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાભળે પણ ધારે નહિ, સઘળું વિસારી દે.
(૪) એક ઘડે નો છે તેમાં પાણી ભરે તે થોડે થોડે ઝમીને ખાલી થાય, તેમ એકેક શ્રોતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ છેડે થેડે જ્ઞાન વિસારે.