________________
૨૫૧
અનુગદ્વાર
से किं तं विभागनिष्फण्णे ?
विभागनिप्फण्णे-पंचविहे पण्णत्ते, तं जहा-माणे उम्माणे ओमाणे गणिमे હિમા
પ્રશ્ન: હે ભદત ! વિભાગનિષ્પન્નદ્રવ્યપ્રમાણુ શુ છે ?
ઉત્તર— વિવિધ અથવા વિશિષ્ટ છે ભાગ-ભંગ-વિકલ્પ કે પ્રકાર છે, તે વિભાગથી જે દ્રવ્ય પ્રમાણની નિષ્પત્તિ થાય છે તે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. જેમકેધાન્યાદિ એક શેર, બશેર છે, આ પ્રમાણે સ્વરૂપનું નિરૂપણ ધાન્યાદિ દ્રવ્યગત પ્રદેશના આધારે નહીં પણ ૧ શેર, બશેરરૂપ વિશિષ્ટ વિભાગના આધારે થાય છે આ વિભાગનિષ્પન્નદ્રવ્ય પ્રમાણુના પાંચ ભેદો છે. તે આ પ્રમાણે– (૧) માન (૨) ઉન્માન (૩) અવમાન (૪) ગણિમ અને (૫) પ્રતિમાન,
પ્રશ્ન- ભદંત! માનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ધાન્યના માપ અને રસનામાપને માન કહે છે.
से किं तं माणे ?
धन्नमाणप्पमाणे य रसमाणप्पमाणे य ।
से किं तं धन्नमाणप्पमाणे ?
પ્રશ્ન-ધાન્યમાનનું સ્વરૂપ કેવું છે ?
धन्नमाणप्पमाणे-दो असईओ पसई, दो पसइओ सेतिया, चत्तारि सेईआओ कुलओ, चत्तारि कुलयो पत्थो, चत्तारि पत्थया आढगं, चत्तारि आढगाई दोणो, सहि आढयाई जहन्नए कुंभे, असीइ आढयाई मज्झिमए कुंभे, आढयसयं उक्कोसए कुंभे, अट्ट य आढयसइए वाहे।
ઉત્તર– ધાન્યાદિ નકકરદ્રવ્ય જેને વિષય છે તે ધાન્યમાન. તે આ પ્રમાણે– અમુખ હાથમાં જેટલું ધાન્ય સમાવિષ્ટ થાય તે અસુતિ, બે અસૃતિની પ્રવૃતિ–
બા પ્રમાણુ ધાન્ય જેમાં સમાવિષ્ટ થાય તે, બે પ્રસૂતિઓની સેતિક – મગધનું માપ વિશેષ, ચાર સૈતિકાનું કુડવ, ચાર કુડવ બરાબર પ્રસ્થ, ચાર પ્રસ્થ બરાબર આઠક, ચાર આઢક બરાબર દ્રોણ, સાઠ આઠકનો જધન્ય કુંભ, ૮૦ આહકને મધ્યમ કુભ અને ૧૦૦ અઢકને ઉત્કૃષ્ટ કુંભ હોય છે. ૮૦૦ આઢક બરાબર વાહ હોય. અસૃતિથી વાહ પર્યતને માપ મગધ દેશમાં પ્રસિદ્ધ છે.