________________
નદીસૂત્ર
૧૦૧
કરીશ, તે મારી બેનપણી છે, મારી વાતને ઈનકાર નહીં કરે અને આજેજ તમારી સેવામાં ઉપસ્થિત થઈ જશે. આમ કહીને તે પોતાની સખીને ઘેર ગઈ, અને પિતાના પતિએ જે વસ્ત્રોમાં તેણીને જોઈ હતી તે વસ્ત્રાભૂષણ લઈ આવી. અને તેજ વસ્ત્રાભૂષણમાં સજજ થઈ નિશ્ચિત સમયપર પતિ પાસે ગઈ બીજે દિવસે શ્રાવક પિતાની પત્નીને કહેવા લાગ્યો– “મે આજે ઘણો અનર્થ કર્યો છે. લીધેલ વ્રતને તેડ્યુ છે.” આમ કહી તે ઘણે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ત્યારે સ્ત્રીએ સર્વ વાત જણાવી. આ સાંભળી શ્રાવક ઘણો પ્રસન્ન થયા અને પિતાના ધર્મગુરૂ પાસે જઈ આચના કરી, પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી શુદ્ધ થયે સ્ત્રીએ પોતાના પતિના ધર્મની રક્ષા કરી તે આ સ્ત્રીની પરિણામિકી બુદ્ધિ છે.
[૯] અમાત્ય – કાંપિલ્યપુરમાં બ્રહ્મ નામને રાજા રાજ્ય કરતું હતું. તેની રાણીનું નામ ચુલની હતુ એકદા શાપર સૂતેલી રાણીએ ચકવર્તી ના જન્મસૂચક ૧૪ સ્વપ્ન જોયા અને યથા સમયે તેણુએ એક પરમ પ્રતાપી સુકુમાર પુત્રને જન્મ આપ્યો તેનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રહ્મદત્તની બાલ્યાવસ્થામાં જ શિર છત્રરૂપ પિતાનું અવસાન થયું બ્રહ્મબાળક હોવાથી રાજ્યને કારભાર રાજાના મિત્ર દીર્ઘપૃષ્ઠને સેં. દીર્ઘપૃષ્ઠ ચોગ્યતા પૂર્વક રાજ્ય કરતા હતા. રાજ્ય કરતાં તેનું અન્તપુરમાં આવાગમન વધી ગયું. પવિત્ર સ્વરૂપે રાણી સાથે અનુચિત સંબંધ થયે. અને બને વૈષયિક સુખ ભેગવવા લાગ્યા.
|| રાજા બ્રહ્મના મંત્રીનું નામ ધનુ હતું તે રાજાને હિતચિંતક હતું. રાજાના મૃત્યુ પછી મંત્રી કુમારની સર્વ રીતે દેખરેખ રાખતે હતે મંત્રી પુત્ર વરધનુ અને બ્રહ્મદત્ત બને મિત્ર હતા. મંત્રી ધનને દીર્ઘપૃષ્ઠ અને રાણીના અનુચિત સંબંધની જાણ થતાં તેને કુમાર બ્રહ્મદત્તને તે બાબત સૂચન કર્યું. પોતાના પુત્ર વરધનુને કુમારનું રક્ષણ કરવા આદેશ આપ્યા. માતાના દુશ્ચારિત્રની વાત સાંભળીને બ્રહ્મદત્ત એકદમ ગુસ્સે થયે તેને માટે આ વાત અસહ્ય હતી. રાજકુમારે માતાને સમજાવવા એક ઉપાય વિચાર્યું. તે એક કાગડો અને કેયલ પકડી લાવ્યો. અને અન્તપુરમાં જઈ કહેવા લાગ્યો– “જે આ પક્ષીની જેમ વર્ણશંકરત્વ કરશે તેને અવશ્ય દંડ આપીશ” કુમારની વાત સાંભળી રાણીને દીર્ઘvઠે કહ્યું- “આ કુમાર જે કાંઈ કહે છે તે આપણને લક્ષ્ય કરી કહે છે. મને કાગડે અને તને કેયલ બનાવી છે તે આપણને ચક્કસ દંડ આપશે ” રાણીએ કહ્યું- તે બાળક છે તેની વાત પર ધ્યાન આપવું ન જોઈએ.
કઈ દિવસ રાજકુમારે શ્રેષ્ઠ હાથણી સાથે નિકૃષ્ટ હાથીને જે, રાણી અને દીર્ઘ પૃઇને લક્ષ્યકરી મૃત્યુ સૂચક શબ્દ કહ્યા એકવાર કુમાર હંસીની અને બગલાને પકડી લાવ્યો– “જે કઈ આની સદશ રમણ કરશે તેને હું મૃત્યુદંડ આપીશ” કુમારના વચન સાભળી દીર્ઘ પૃષ્ઠ રાણીને કહ્યું – “દેવી ! આ કુમાર જે કહે છે તે સાભિપ્રાય છે. મેટો થઈને આપણને દંડ આપશે નીતિ અનુસાર વિષવૃક્ષને વધવા દેવું ન જોઈએ.” રાણીએ પણ સમર્થન આપ્યું તે વિચારવા લાગ્યો કે એ ઉપાય શોધવો જેનાથી પોતાનું કાર્ય પણ સિદ્ધ થઈ જાય અને લોકનિંદા પણ ન થાય આમ વિચારી રાજકુમારના લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કુમાર માટે લાક્ષાગૃહ બનાવવાનો નિર્ણય કર્યો. જ્યારે રાજકુમાર પિતાની પત્નીઓ સાથે લાક્ષાગૃહમાં સુવા જાય ત્યારે આગ લગાડી દઈ પિતાને માર્ગ નિષ્ક ટક કર કામાન્ધ રાયે દીર્ઘ પૃષ્ઠ ની વાત માની લાક્ષાગૃહ બનાવરાવ્યું અને પુષ્પચૂલની કન્યા સાથે કુમારના લગ્ન કર્યા.
મત્રી ધનુને રાણી અને દીર્ધપૃષ્ઠના પડ્યત્રની ખબર પડી ગઈ, તેને દીર્ઘપૃષ્ઠ પાસે જઈને કહ્યું