Book Title: Marg Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 6
________________ ઉચિત નથી. તેમ જ મોક્ષની તીવ્ર અભિલાષા હોય અને સારી રીતે સૂત્ર તથા અર્થનો અભ્યાસ પણ કર્યો હોય તોપણ ભ્રાન્ત (કોઇ પૂર્વગ્રહાદિ દોષના કારણે અર્થ કરતી વખતે ભ્રમ થયો છે જેમને એવા) જનોનું આચરણ પ્રમાણ નથી. અશઠ, સંવિગ્ન અને ગીતાર્થ એવા એક-બે આત્માઓને અનુપયોગાદિના કારણે વિપરીત આચરણ થવાનો સંભવ હોવાથી સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા ઘણા આત્માઓનું જ આચરણ પ્રમાણ છે-આ વસ્તુને જણાવવા મંવિનાશીતાf-ચરળમ્ અહીં संविग्नाशठ - गीतार्थानामाचरणम् - આ પ્રમાણે બહુવચનની વિવક્ષા કરી છે. શ્રી સર્વજ્ઞભગવન્તના પરમતારક વચનથી જેમ પ્રવૃત્તિ થાય છે તેમ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોના આચારથી પણ ઇષ્ટોપાયમાં પ્રવૃત્તિ થાય છે. શિષ્ટ જનોની તે તે પ્રવૃત્તિને જોઈને તે તે પ્રવૃત્તિ કરવાજેવી છે-એવું જ્ઞાન થાય છે અને તેથી શિષ્યોની પ્રવૃત્તિને જોનારા તે તે પ્રવૃત્તિ કરે છે. શ્રી સર્વજ્ઞપરમાત્માના વિધિ- સ્વરૂપ શબ્દોની જેમ શિષ્ટ જનોનો આચાર પણ પ્રવર્તક હોવાથી માર્ગ છે. આ રીતે માર્ગ બે પ્રકારનો છે. આ જ વાત શ્રીધર્મરત્નપ્રકરણમાં જણાવી છે. ‘‘મળ્યો આમળીરૂં...’’ આ ૮૦મી ગાથાના પૂર્વાર્ધમાં જણાવ્યું છે કે આગમની નીતિ માર્ગ છે અને સંવિગ્ન એવા ઘણા આત્માઓનું આચરણ માર્ગ છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને આગમ કહેવાય છે. તેની નીતિ ઉત્સર્ગ અને અપવાદ સ્વરૂપ છે; જે શુદ્ધસંયમના ઉપાય સ્વરૂપ છે; તેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66