Book Title: Marg Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 5
________________ જે પ્રમાણ છે; તેને માર્ગ કહેવાય છે, જે શુદ્ધસંયમના ઉપાય સ્વરૂપ છે. એ માર્ગના સેવનથી આત્માને શુધસંયમની પ્રાપ્તિ થાય છે. આ માર્ગ બે પ્રકારનો છે. શ્રી સર્વજ્ઞભગવન્ત કહેલો વિધિસ્વરૂપ શબ્દ માર્ગ છે અને સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓનું આચરણ પ્રમાણ - માર્ગ છે. આવા (પ્રાણાતિપાતાદિ કર્મબન્ધકારણ) નો ત્યાગ કરવો જોઈએ અને સંવર(તપ વગેરે)નું ઉપાદાન કરવું જોઈએ.... ઇત્યાદિ વિધિસ્વરૂપ શબ્દો (વચનો) શ્રી સર્વજ્ઞભગવતે કહેલા છે. એ વચનોથી ઉપર જણાવ્યા મુજબ જ્ઞાન થવાથી આશ્રવના ત્યાગની અને સંવરના ઉપાદાનની ઈચ્છા થાય છે; જેથી આત્મા આશ્રવના ત્યાગમાં અને સંવરના ઉપાદાનમાં પ્રવૃત્ત થાય છે અને તેથી ક્રમે કરી આત્માને શુદ્ધસંયમની પ્રાપ્તિ થાય છે. આવી રીતે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ પ્રવર્તક બનતો હોવાથી તે માર્ગ છે. સંવેગ(મોક્ષ પ્રાપ્ત કરવાનો તીવ્ર અભિલાષ)વન્ત આત્માને સંવિગ્ન કહેવાય છે. અભ્રાન્ત (ભ્રમથી રહિત) જનોને અશઠ કહેવાય છે. અને સારી રીતે સૂત્ર અને અર્થનો અભ્યાસ જેઓએ ક્ય છે; તેઓ ગીતાર્થ છે. મોક્ષની તીવ્ર અભિલાષા હોવા છતાં અને ભ્રાન્તાવસ્થા ન હોવા છતાં સૂત્ર-અર્થનું જ્ઞાન ન હોવાથી અગીતાર્થ આત્માઓનું આચરણ પ્રમાણ મનાતું નથી. સૂત્રાર્થનું સારી રીતે જ્ઞાન હોય અને ભ્રમથી રહિત હોય તો પણ મોક્ષની અભિલાષા ન હોવાથી અસંવિગ્નોનું આચરણ પ્રમાણ મનાતું નથી. કારણ કે મોક્ષનો આશય ન હોવાથી આચરણનો ઉદ્દેશPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66