Book Title: Mantrishwara Vimal Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ મોટો થાય છે. કલમ, કડછી ને બરછીનો એ યુગ હતો. મલ્લવિદ્યા એ સામાન્ય શોખ હતો. આ વિદ્યાઓ સાથે વિમલશાહ બીજી યુદ્ધવિઘાઓમાં પણ કુશળ બને છે; પાટણમાં યુદ્ધોત્સવ પ્રસંગે પોતાની ધનુર્વિદ્યાની કમાલ બતાવે છે. ગુજરાતનું સિંહાસન શૂરાનું તરત સન્માન કરે છે. વિમલ પોતાના પ્રેમ, શૌર્ય ને કલાદૃષ્ટિથી આગળ આવે છે. મંત્રી બને છે. રાજદરબારો ખટપટનાં ઘર છે. વિમલ વિરુદ્ધ ખટપટો જાગે છે. એને નષ્ટભ્રષ્ટ કરવા પ્રયત્નો થાય છે. આખરે એની લાગવાગ તોડવા ચંદ્રાવતી પર ચઢાઈ લઈને એને મોકલે છે. ત્યાં પણ વિમલ વિજય મેળવે છે; ગુજરાતના રાજાનો કીર્તિધ્વજ પ્રસારે છે; પોતાની કલાદૃષ્ટિથી ચંદ્રાવતીને અપૂર્વ સૌંદર્યનગરી સરજે છે. પણ હવે એનો ધર્મપ્રિય ને કલાપ્રેમી આત્મા રાજખટપટોથી કંટાળ્યો છે. જે નરકેસરી એ નરકેશ્વરી એ સૂત્ર એના દિલમાં પડઘા પાડે છે, ને એનું આખું જીવન ધર્મ તરફ ઢળી જાય છે. - ઉત્તરાવસ્થામાં એ આબુ પર સુંદ૨ દેવાલય સરજે છે, ને ઉત્તમોત્તમ શિલ્પ ત્યાં અવતાર ધરે છે. વિમલશાહના જીવનમાં ખાસ વાત એ છે કે એણે અહિંસા-પ્રેમનું વ્રત ઉજ્વળ કર્યું. જે ધંધૂક૨ાજને પોતાની તલવારના બળે નમાવ્યા હતા, તેમને પછી ભીમદેવ સાથે સુલેહ કરાવી, રાજ પાછું અપાવ્યું અને છેલ્લે પોતે દેરાં બાંધતાં ધંધૂકરાજની અનુમતિ પણ લીધી. આ કાર્ય માત્ર તલવારબાજનું નથી, પણ પ્રેમભાવવાળાનું છે. જયભિખ્ખુ ૧૯૬૦ Jain Education International ૮ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 106