Book Title: Mantrishwara Vimal Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિ પ્રસંગે) અગિયારમી સદીના આ આછી ઇતિહાસકથા છે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિલ્પસ્થાપત્યના પ્રારંભકાળની આ વાર્તા છે. રાજકારણમાં આકંઠ ડૂબેલા લોકોનું તારણ આખરે ધર્મમાં છે, દાનમાં છે, ભક્તિમાં છે, ત્યાગમાં છે – એ આ કથાપ્રસંગનો સારાંશ છે. સ્વરાજ મળ્યા પછી કંઈક અંશે હિંદના પ્રાંતોની એકતા પર ઘણા હથોડા પડ્યા છે. નાજુક કડીઓ ખળભળી રહી છે. એવે પ્રસંગે આ કથા કંઈક ઉપયોગી થશે, એવી આશા છે. વિમલશાહના પૂર્વજો મૂળ શ્રીમાલના-મરભૂમિના. એ વખતે એમણે મરભૂમિને શોભાવી. શ્રીમાલ ભિલ્લમાલ બન્યું ને ભાંગ્યું. સાહસિકોનો બેડો નવી સાહસભૂમિની શોધમાં નીકળ્યો. વિમલશાહના પૂર્વજો ગાંભુ ગામે જઈને વસ્યા; એને ગૌરવ આપ્યું. ત્યાંથી પાટણ આવ્યા. વિમલશાહ આપબળે ગુજરાતના મંત્રી બન્યા; ગુજરાતના ગૌરવમાં વૃદ્ધિ કરી. ત્યાંથી ચંદ્રાવતી આવ્યા, ને અર્બુદગિરિને દેવમંદિરો ને શિલ્પસ્થાપત્યથી શણગાર્યો. ક્યાંય મનની સંકીર્ણતા દેખાતી નથી. જે ભૂમિમાં વસ્યા એને શોભાવી. વસુંધરાને માતા માની. ધર્મને ધ્રુવતારક માન્યો. આજે પણ એ દેરા પરથી જાણે એની ઉત્તેગ ધજાઓ સંદેશ મોકલે છે કે -- માણસજાતિ તો ચોમાસના જળપ્રવાહ જેવી છે, જે નદીને મળી, એ નામથી ઓળખાણી. આપણે આજે કદાચ ગુજરાતી છીએ. આપણા પૂર્વજો ભિલ્લમાલના હશે. એમના પૂર્વજો વળી પંજાબ-ઉત્તર હિંદમાંથી આવ્યા હશે. સારાંશમાં જે પ્રાંતમાં વસ્યા એ પ્રાંતનું ઋણ માણસ માથે. પણ એથી વધીને દેશનું ઋણ એના માથે છે, એ ન ભૂલે. અને આખરે તો જીવમાત્ર વિશ્વમૈત્રીનો અંશ છે. “સવી જીવ કરું શાસનરસી !' શાસનનું ધ્યેય છે આકરા રાગદ્વેષ છોડવાનું. વિમલશાહનું ચરિત્ર કંઈક એ ભાવ પ્રગટ કરે છે. અત્યારે આપણી આંખો જ્યાં- ત્યાં વિભેદ જોતી થઈ છે. એ આંખોને આવાં ચરિત્રો કંઈક નિર્મળ બનાવશે, મૈત્રીની ગાંઠ મજબૂત બનાવશે એવી આશા છે. વિમલશાહનું ચરિત્ર પ્રેરક છે. એક વણિકપુત્ર ગરીબાઈને ખોળે ઊછરતો Jain Education International For Private E ersonal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 106