________________
ભાવધારાના પરિવર્તનની, તેના શુદ્ધીકરણની. તે માટે એક સશક્ત લોકઆંદોલન જરૂરી છે.
અસ્તિત્વનું સંકટ
એક રાજનેતાના મુખમાંથી નિઃશસ્ત્રીકરણનો સ્વ૨ ૨જૂ થાયછે, તેની પાછળ માનવજાતિની વ્યથાની અભિવ્યક્તિ છે. આ સચ્ચાઈની અભિવ્યંજના એ છે કે આ અણુઅસ્ત્રોની હોડે માનવજાતિના અસ્તિત્વને સંકટમાં મૂકી દીધુંછે. હવે માત્ર બે જ વિકલ્પો આપણી સમક્ષ છે : કાં તો આ દોડની સમાપ્તિ અથવા તો માનવજાતિની સમિ. બીજો વિકલ્પ કેટલો બધો ભયાનક તેમજ ખતરનાક છે, તેની કલ્પના કરતાં જ માણસની બુદ્ધિ ભ્રમિત થઈ ઊઠે છે. આખરે આ દોડ શા માટે ? શું આ દોડમાં કોઈપણ વ્યક્તિ પોતાની જાતને સુરક્ષિત રાખી શકશે ખરી? જો ન રાખી શકે તો એ માનવજાતિના વિનાશનો સંકલ્પ માત્ર મૂર્ખામી જ નહિ ગણાય? આ મૂર્ખામીનો ભાર કેટલાક રાજનેતાઓ અને કેટલાક સૈન્ય અધિકારીઓ ઊંચકી રહ્યા છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે સમગ્ર પ્રજા તેમની સાથે સંતાકૂકડીની રમત રમી રહી છે. મહાવીરનો એ ઉદ્ઘોષ આપણી સમક્ષ આવી રહ્યો છે – ‘મંદા મોહેણ પાઉડા', મંદ મતિવાળા માણસોની આંખો ઉ૫૨ મોહનો પડદો ગાઢ બની રહ્યો છે. આ મૂર્છાને તોડવાની દિશામાં આપણાં કદમ આગળ વધો અને નિઃશસ્ત્રીકરણ માટે એક શક્તિશાળી લોક-અભિયાન શરૂ થાવ.
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 16
For Personal and Private Use Only
www.jainelibrary.org