________________
શાસ્ત્રની અપેક્ષાએ શસ્ત્ર વધારે શક્તિશાળી બની ગયેલું દેખાય છે. શસ્ત્રના આ એકાધિકાર તથા પ્રભુત્વનાં જોખમો વધુ ને વધુ ગંભીર થતાં જોવા મળે છે. તેની ગંભીરતાનો અનુભવ એ લોકોએ વિશેષ કર્યો છે કે જેમને હિંસા સાથે નજીકનો સંબંધ હોય છે. તેને અનુભૂતિનું સત્ય અથવા તો ભોગવેલું સત્ય કહેવું વધારે યોગ્ય ગણાશે.
અહિંસાની પ્રથમ આચારસહિતા
પરમાણુ અસ્ત્રોની વિભિષિકાથી સૌ કોઈ ચિંતનશીલ વ્યક્તિઓ ચિંતિત છે. પરંતુ જે દેશ પાસે પરમાણુ અસ્ત્રોનો વિશાળ ભંડાર છે તેમના નેતા પરમાણુ અસ્ત્રોની સમાપ્તિની વાત કરે તે અત્યંત અર્થપૂર્ણ અને મહત્ત્વપૂર્ણ છે. એ દ્વારા સહજરૂપે જ એવો નિષ્કર્ષ મળી આવે છે કે હિંસાની પ્રખરતા અહિંસા માટે માર્ગ તૈયાર કરે છે. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે નિઃશસ્ત્રીકરણની વાત કરી હતી. મોટે ભાગે શસ્ત્રનિર્માણ તેમજ શસ્ત્ર વેપાર વિશે તેમણે જે આચારસંહિતા આપી તે અહિંસાના ક્ષેત્રમાં એ સમયે પણ પ્રથમ હતી અને આજે પણ પ્રથમ છે. તેમની વાણીનું એક મહત્ત્વપૂર્ણ સંકલનછે – આચારાંગ. તેનું પ્રથમ અધ્યયન છેશસ્ત્રપરિજ્ઞા. તેને આજની ભાષામાં નિઃશસ્ત્રીકરણ કહી શકાય. ભગવાને પ્રસ્તર (પથ્થર), લોહ વગેરે ધાતુ દ્વારા બનેલાં શસ્ત્રોને શસ્ત્રની ગણતરીમાં દ્વિતીય સ્થાન આપ્યું. તેમની દષ્ટિએ પ્રથમ સ્થાન છે – શસ્ત્રના નિર્માણ માટે ક્રિયાશીલભાવનું તથા તે અવિરતિ અને આકાંક્ષાનું કે જે ધાતુદ્રવ્યનાં શસ્ત્રોના નિર્માણની મૂળભૂત પ્રેરણા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઉદ્ઘોષિત સ્વર-“યુદ્ધ પહેલાં માણસના મસ્તિષ્કમાં લડવામાં આવે છે, સમરાંગણમાં'. એ જ ભાવશસ્ત્રના સ્વરનું પુનરુચ્ચારણ છે.
મૂળ છે ભાવાત્મક શસ્ત્ર
પ્રસ્તર યુગથી અણુયુગ દરમ્યાન જેટલાં અસ્ત્ર-શસ્ત્રનું નિર્માણ થયું છે, તેની પૃષ્ઠભૂમિમાં એટલા જ ભાવ નિર્મિત થયા છે. અણુબોમ્બનો ભાવ પહેલાં વિકસિત થયો પછી અણુબોમ્બનું નિર્માણ થયું. ભાવાત્મક શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ કર્યા વગર અણુઅસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ શક્ય બનતું નથી. તેથી આવશ્યકતા છે
| મહાવીરનું અહિંસા-દર્શન - 15
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org