________________
મહાવીરતી અહિંસા
અને
નિઃશસ્ત્રીકરણ
દિલ્હીનો ઘોષણાપત્ર
સમગ્ર જગતમાં સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે. સોવિયેત સંઘ (રૂસ) જગતમાં સામ્યવાદનો પુરસ્કર્તા છે. ભારત અહિંસાના સિદ્ધાંતનો પુરસ્કર્તા દેશ છે. સામ્યવાદે પોતાના લક્ષ્યની પૂર્તિ માટે હિંસાને સાધન સ્વરૂપે સ્વીકારી, પરંતુ સોવિયેત નેતા મિખાઈલ ગોર્બોચોવે ‘સ્ટારવોર’ને બદલે ‘સ્ટારપીસ’ કાર્યક્રમ શરૂ કરવાની અપીલ કરી અને સાથોસાથ વીસમી સદીના અંત સુધીમાં તમામ આણવિક અસ્ત્રોનો નાશ કરવાના સોવિયેતના પ્રસ્તાવનું પુનરુચ્ચારણ કર્યું. તે સાંભળીને તથા વાંચીને પ્રથમ તો વિશ્વાસ ન બેઠો. તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સોવિયેત નેતા ગોર્બોચોવે પરમાણુ શસ્ત્રરહિત શાંતિપૂર્ણ વિશ્વ-વ્યવસ્થા માટે દસ સિદ્ધાંતોવાળા ઘોષણાપત્ર ઉપર સહી-સિક્કા કર્યાં. તે દિલ્હીના ઘોષણાપત્ર તરીકે સુખ્યાત છે. તેનાં દસ સૂત્રો આ પ્રમાણે છે : (૧)શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને આંતર્રાષ્ટ્રીય સંબંધોનો આધાર બનાવવો.
(૨) માનવજીવનને અણમોલ સમજવું. મહાવીરનું અહિંસા-દર્શન
Jain Educationa International
13
For Personal and Private Use Only.
www.jainelibrary.org