________________
સાથોસાથ પ્રાણને જુઓ.’ મહાવીરે દસ પ્રકારના પ્રાણ બતાવ્યા – પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રાણ, શ્વાસોચ્છ્વાસ પ્રાણ, શરીરબળ પ્રાણ, મનોબળ પ્રાણ, વચનબળ પ્રાણ અને આયુષ્ય પ્રાણ. આપણા શરીરનું સંચાલન પ્રાણ દ્વારા થઈ રહ્યું છે. શરીરમાં જે અનેક સમસ્યાઓ પ્રગટ થાય છે તેની અભિવ્યક્તિનું માધ્યમ શરીર બને છે, પરંતુ તે સમસ્યાઓ શરીર-જનિત નથી હોતી. બીમારીનાં અનેક કારણો માનવામાં આવે છે. આનુવંશિકતા બીમારીનું એક કારણ છે. પરિસ્થિતિ, વાતાવરણ, વાયરસ, જર્મ્સ વગેરે પણ બીમારીનાં નિમિત્ત બની શકે છે. જ્યારે ધાતુઓનું વૈષમ્ય થઈ જાય છે, શરીરના અવયવો વચ્ચે સામ્ય નથી રહેતું ત્યારે વ્યક્તિ બીમારીથી આક્રાંત થઈ ઊઠે છે. આ તમામ કારણો ખોટાં નથી, પરંતુ માત્ર આટલાં જ કારણો નથી. પ્રાણનું અસંતુલન પણ એક મુખ્ય કારણ છે. જ્યારે પ્રાણનું અસંતુલન થાય છે ત્યારે શરીરના અવયવોની સ્વસ્થતા હોવા છતાં વ્યક્તિ બીમાર બની જાય છે.
પ્રાણ સૂક્ષ્મશરીર અને સ્થૂળશરીરનો સંબંધસેતુ છે. સૂક્ષ્મશરીરની સાથે આપણો જે સંબંધ છે તે પ્રાણ દ્વારા થાય છે. આર્યુવેદમાં બીમારીનું એક કારણ કર્મ માનવામાં આવે છે. રોગ કર્મ દ્વારા પણ થાય છે. આ વિષયમાં કર્મશાસ્ત્રીય દૃષ્ટિએ અમારું પણ એ જ ચિંતન છે કે કેટલીક બીમારીઓ એવી છે કે જેનું કારણ બહાર શોધી શકાતું નથી. જે શરીરમાં આપણા જૂના સંસ્કારો સંચિત છે, જેના દ્વારા આપણી તમામ ગતિવિધિઓ સંચાલિત થાય છે, તે સૂક્ષ્મશરીરમાં કર્મનાં બીજ રહે છે. જ્યારે તે પ્રાણના માધ્યમ દ્વારા સ્થૂળશરીરમાં આવે છે ત્યારે પ્રાણિક બીમારી ઉદ્ભવે છે. આ દૃષ્ટિએ પ્રાણ આપણા આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. એક વ્યક્તિ કોષ્ઠબદ્ધતા (બજિયાત)ની સમસ્યાથી ગ્રસ્ત છે. તે વિરેચન માટે અનેક પ્રકારની દવાઓ લે છે, છતાં વિરેચન થતું નથી. પ્રશ્ન થશે કે એવું શા માટે ? તેનું કારણ એ છે કે અપાન નામનો પ્રાણ બરાબર કામ કરતો નથી. જો અપાનપ્રાણ વિકૃત થઈ ગયો હોય તો પછી તમે ભલે હજારો દવાઓ લો તો પણ ઉત્સર્જન ક્રિયા બરાબર થશે નહિ. ગુદાથી શરૂ કરીને નાભિ સુધી જે સ્થાન છે, તે અપાનપ્રાણનું સ્થાન છે. જો તે સમ્યક્ નહિ હોય તો ઉદાસી, બેચેની, ડિપ્રેશન, માનસિક ઉચાટ
મહાવીરનું આયેગ્યશાસ્ત્ર * ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org