Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ ૮. નામો અને એનો કાલક્રમ : ચઉવીસત્થયમાં એના પ્રણેતાએ આકૃતિનું નામ દર્શાવ્યું નથી. એથી કાલાંતરે એનાં નામો પ્રાકૃત અને સંસ્કૃતમાં યોજાયાં છે. પ્રાકૃત તેમજ સંસ્કૃત નામોની કાલક્રમાનુસા૨ સૂચિ પ્રસ્તુત પુસ્તક (પૃષ્ઠ ૬૩)માં ‘લોગસ્સસૂત્રનાં પર્યાયવાચક નામો' એ શીર્ષક દ્વારા તેનાં આધારસ્થાનો પૂર્વક આપવામાં આવી છે. તદુપરાંત પ્રસ્તુત કૃતિનો પ્રારંભ ‘લોગસ્સ’ પદથી થતો હોવાથી એનું ‘લોગસ્સ' નામ પણ યોજાયું છે. આ નામ અણુઓગદાર (સુત્ત ૧૩૧)માં જે આયાણપય (આદાનપદ)નાં વિવિધ ઉદાહરણો અપાયાં છે તેનું સ્મરણ કરાવે છે. ૯. નામોની અન્વર્થતા : સામાન્ય રીતે નામ એના વિષયને અનુરૂપ હોવું જોઈએ. એ દૃષ્ટિએ લોગસ્સના પર્યાયવાચક નામો પૈકી ક્યાં ક્યાં કેટલે અંશે ગુણનિષ્પન્ન છે તે આપણે વિચારીશું. ‘લોગસ્સ’ સિવાયનાં નામ ગુણનિષ્પન્ન છે. ચઉવીસત્યય, ચઉવીસત્થવ, ચવીસઈન્થય, ચતુર્વિંશતિસ્તવ એ નામનો અર્થ એક જ છે અને તે ચોવીસનો સ્તવ યાને એમનું ગુણોત્કીર્તન છે. આ નામો પ્રસ્તુત કૃતિના વિષયનું અંશતઃ ઘોતન કરે છે, કેમ કે ચોવીસથી શું સમજવું તે જાણવું બાકી રહે છે, એ દૃષ્ટિએ ‘ચ ુવીસજિણત્થય’ અને ‘ચતુર્વિંશતિજિનસ્તવ' એ નામો વિશેષતઃ ગ્રાહ્ય ગણાય, કેમ કે ‘ચોવીસ’થી ચોવીસ જિન સમજવાની વાત સ્પષ્ટપણે આ નામમાં દર્શાવાઈ છે. તેમ છતાં અહીં પણ ‘જિન’થી શો અર્થ અભિપ્રેત છે એ પ્રશ્ન તો ઉપસ્થિત થાય જ છે, કેમ કે ‘જિન’ના નીચે મુજબ વિવિધ અર્થો કરાય છે. વિષ્ણુ, બુદ્ધ, ચતુર્દશપૂર્વધર યાને શ્રુતકેવલી, જિનકલ્પીમુનિ, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, છદ્મસ્થવીતરાગ, સર્વજ્ઞ અને તીર્થંકર, વિષ્ણુના ચોવીસ અવતારો મનાય છે. એ વિષ્ણુ અત્રે અભિપ્રેત નથી. બુદ્ધ ચોવીસ થયા હોય એમ જણાતું નથી એટલે એ અર્થ પણ અત્ર પ્રસ્તુત નથી. પ્રસ્તુત કૃતિનું આદ્ય પદ્ય વિચારતાં મુખ્યતયા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરો, એવો જિનનો અર્થ અહીં સુસંગત છે. ‘ઉજ્જોઅ’ એટલે ઉદ્યોત. ‘ઉજ્જોઅગર' એટલે ઉદ્યોત કરનાર. ‘નામથય’ અને ‘નામસ્તવ' એ બે નામો ‘નામજિણત્થય’ જેટલા પરિપૂર્ણ નથી. નામજિણત્થયનો અર્થ નામ-જિનોની સ્તવના છે. જિનના ‘નામ-જિન’, ‘સ્થાપના-જિન', ‘દ્રવ્ય-જિન’ અને ‘ભાવ-જિન’ એમ ચાર પ્રકારો છે. એ પૈકી ‘નામ-જિન' એક પ્રકાર છે. સમભાવભાવી હરિભદ્રસૂરિએ આવસ્ટયની શિષ્યહિતા નામની ટીકા (પત્ર ૪૯૧ અ)માં ‘ચઉવીસઇન્થય’ નામ દર્શાવ્યું છે. ૧૦. ભાષા : પ્રાકૃતના નીચે મુજબ છ પ્રકારો ગણાવાય છે : ૧. મરઠ્ઠી, (માહારાષ્ટ્રી) ૨. સો૨સેણી (શૌરસેની), ૩. માગહી (માગધી), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 182