________________
૧૩
૫. આવસયના છ વિભાગોનો એકેક સ્વતંત્ર ગ્રંથ તરીકે ઉલ્લેખ : ઉપર્યુક્ત છ વિભાગોનાં સંસ્કૃત નામો વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ રચેલા તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ. ૧, સૂ. ૨૦)ના સ્વોપન્ન ભાષ્ય (પૃ. ૯૦)માં અંગબાહ્યના અનેક પ્રકારો સૂચવતી વેળા દર્શાવ્યાં છે. અહીં વંદનક ને બદલે વંદનનો ઉલ્લેખ છે. આ સંસ્કૃત નામોની રજૂઆત એવી રીતે કરાઈ છે કે જાણે છ વિભાગો ભિન્ન ભિન્ન સ્વતંત્ર ગ્રંથો હોય. અહીં એ છના સમુદાય તરીકે આવશ્યકનો ઉલ્લેખ નથી. સિદ્ધસેનગણિએ તત્ત્વાર્થસૂત્રની ભાષ્યાનુસારિણી ટીકા (પૃ. ૯૦)માં સામાયિકથી માંડીને પ્રત્યાખ્યાનનો એક અધ્યયન તરીકે નિર્દેશ કર્યો છે. એમણે પણ આ છને આવશ્યકના વિભાગો હોવાનું કહ્યું નથી. આવસયની નિજ્જુત્તિ (ગા. ૮૪)માં આવસયનો ઉલ્લેખ છે, તેમ જ એ નિજ્જુત્તિમાં ઉપર્યુક્ત સામાઇય વગેરે છ યે વિભાગોની નિજ્જુત્તિ છે. આ વિચારતાં યેના સમુદાયને ‘આવસય' (આવશ્યક) નામ આ નિજ્જુત્તિના રચના સમયે તો અપાઈ જ ગયું હતું.
૬. આગમોમાં આવસયનું દ્વવિધ સ્થાન : જૈન આગમોને (૧) અંગ, (૨) ઉપાંગ, (૩) છેદ, (૪) મૂલ, (૫) પ્રકીર્ણક અને (૬) ચૂલિકા એમ છ વર્ગમાં વિભક્ત કરાય છે. મૂલ એ મૂલસૂત્રનું સંક્ષિપ્તરૂપ છે. મંદિરમાર્ગી શ્વેતાંબરો મૂલસૂત્રો બે રીતે નીચે મુજબ ગણાવે છે :(અ) (૧) આવય (આવશ્યક), (૨) ઉત્તરજઝયણ (ઉત્તરાધ્યયન), (૩) દસવૈયાલિય (દશવૈકાલિક) અને (૪) પિંડનિ′ત્તિ (પિડનિર્યુક્તિ)
(આ) (૧) આવસય, (૨) ઉત્તરયણ, (૩) દસવેયાલિય અને (૪) ઓહનિજ્જુત્તિ (ઓધનિયુક્તિ)
આ બન્ને ગણનામાં આવસ્સયને તો સ્થાન છે જ. એ મૂલ સૂત્રો પૈકી એક છે. એની રચના સૌથી પ્રથમ કરાયેલી છે એમ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનો સપ્રતિક્રમણ ધર્મ’ વિચારતાં ભાસે છે. ઉત્તરજ્કયણ એના પછી રચાયું છે. ત્યાર બાદ શય્યભવસૂરિએ વીર સંવત્ ૭૨માં દસવેયાલિય રચ્યું છે. વીર સંવત્ ૧૭૦માં સ્વર્ગે સંચરેલા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ પિંડનિજ્જુત્તિ અને ઓહનિત્તિ રચ્યાનું મનાય છે.
આમ ચઉવીસત્થય એ ‘મૂલસૂત્ર’ તરીકે આદ્યસ્થાન ભોગવનારા આવસયનો એક અંશ છે. અંગપ્રવિષ્ટ શ્રુતથી આયાર (આચાર)થી માંડીને દિઢિવાય (દૃષ્ટિવાદ) સુધીનાં બાર અંગો અભિપ્રેત છે.
આવસય એ ‘અંગબાહ્ય' શ્રુત છે. આવસ્ટયનું અને એથી એના એક અંશરૂપ ચઉવીસત્થયનું પણ જૈનસમાજમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે.
૭. ચઉવીસત્થયની પાંચ દંડકમાં ગણના : ચેઇયવંદણભાસ (ગા. ૪૧)માં દેવેન્દ્રસૂરિએ પાંચ દંડ(ક) ગણાવેલ છે : ૧. સક્કત્થય (શક્રસ્તવ), ૨. ચેઇયત્થય (ચૈત્યસ્તવ), ૩. નામત્થય (નામસ્તવ), ૪. સુયત્થય (શ્રુતસ્તવ) અને ૫. સિદ્ધત્થય (સિદ્ધસ્તવ).
નામત્થય એ ચઉવીસત્થયનું એક અપર નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org