________________
ઉપોદ્ઘાત
૧. જ્ઞાનનાં વર્ગીકરણો : જૈનદર્શન પ્રમાણે ‘જ્ઞાન' એ આત્માના અનેક મૌલિક અને સ્થાયી ગુણો પૈકી એક છે, એને લઈને તો સૂક્ષ્મ નિગોદના જીવો પણ જ્ઞાનથી સર્વથા રહિત નથી તેઓમાં નહિ જેવું પણ જ્ઞાન છે જ. સંસારી મટીને સિદ્ધ થયેલી વ્યક્તિ આત્માની ઉચ્ચતમ દશામાં સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે.
જ્ઞાનના વિવિધ દૃષ્ટિબિંદુ અનુસાર જાતજાતના પ્રકારો પડાય છે. જેમ કે સકલ યાને સંપૂર્ણ અને વિકલ યાને અપૂર્ણ. કેવળજ્ઞાન કિંવા સર્વજ્ઞતા એ ‘સકલ’ જ્ઞાન છે જ્યારે છદ્મસ્થનું જ્ઞાન ‘વિકલ’ છે. વિકલ જ્ઞાનના તરતમતાની અપેક્ષાએ અગણિત ઉપપ્રકારો છે. સકલજ્ઞાન તો એક જ પ્રકારનું છે.
જ્ઞાનના યથાર્થ અને અયથાર્થ એમ પણ બે પ્રકારો પડે છે. સમ્યગ્દર્શનપૂર્વકનું જ્ઞાન તે ‘યથાર્થ’ છે સમ્યજ્ઞાન છે, જ્યારે સમ્યક્ત્વ વિનાનું-મિથ્યાત્વથી લિપ્તજ્ઞાન તે અયથાર્થ છે - મિથ્યાજ્ઞાન છે
અજ્ઞાન છે. આ વર્ગીકરણ અધ્યાત્મશાસ્ત્રની અપેક્ષાએ સમજવાનું છે.
-
–
જ્ઞાનનાં સાધનો વિચારતાં એના બે પ્રકાર સૂચવાય છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. આત્માનું ઇન્દ્રિયો અને મનની મદદ વિનાનું જ્ઞાન તે ‘પ્રત્યક્ષ' છે. એમાં આત્મા જ આત્માનું સાધન છે, જ્યારે એ સિવાયનું જ્ઞાન કે જેની પ્રાપ્તિમાં ઇન્દ્રિયો અને મનની સહાય લેવાય છે તે ‘પરોક્ષ’ છે પ્રત્યક્ષજ્ઞાનના અધિ, મનઃપર્યાય કિંવા મન:પર્યવ અને કેવલ એમ ત્રણ ભેદ છે, જ્યારે પરોક્ષ જ્ઞાનના મતિ અને શ્રુત એમ બે ભેદ છે.
૨. શ્રુતજ્ઞાનના ભેદો અને ઉપભેદો : શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે, એના વિષયો મતિજ્ઞાનની જેમ કેવળ વર્તમાન નથી, એ તો અતીત અને અનાગત વિષયોમાં પણ પ્રવૃત્ત થાય છે, એમાં શબ્દોલ્લેખ છે, જ્યારે મતિજ્ઞાનમાં એ નથી. શ્રુતજ્ઞાન એટલું બધું પરિપક્વ હોય છે
૧. શબ્દોલ્લેખ એટલે વ્યવહાર કાળમાં શબ્દની શક્તિના ગ્રહણથી ઉત્પન્ન થવું તે. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે જેવી રીતે નિમ્નલિખિત બે બાબતની અપેક્ષા રહેલી છે તેવી મતિજ્ઞાન માટે નથી. સંકેતનું સ્મરણ અને શ્રુતગ્રંથનું અનુસરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org