________________
૧૧. પરિશિષ્ટ : લોગસ્સસૂત્ર સાથે સંબંધ ધરાવતી અવશિષ્ટ સર્વ વિગતો આમાં મૂકવી. જેવી કે - ચોવીસ તીર્થંકર ભગવંતોના માતા-પિતા, જન્મસ્થળ, લાંછન, શરીર પ્રમાણે, વર્ણ, આયુષ્ય વગેરે દર્શાવવું, શ્વેતાંબર મૂર્તિપૂજક સિવાયના જૈનસંપ્રદાયો લોગસ્સસૂત્રનો કેવા સ્વરૂપમાં સ્વીકાર કરે છે તે, લોગસ્સસૂત્રનો મંત્રદૃષ્ટિએ વિગતપૂર્ણ વિચાર કરવામાં ઉપયોગી લોગસ્સકલ્પ ટાંકવો, તથા ચોવીસ શ્રીતીર્થકરભગવંતોના નામ સાથે સંબંધ ધરાવતી શકુનાવલિ વગેરે નાની મોટી સર્વ બાબતોનો આ વિભાગમાં સમાવેશ કરવો. આ રીતે ૧૧ વિભાગમાં લોગસ્સના લખાણને વહેંચી નાખવું. આ તો થઈ લખાણની વાત. આ સિવાય પ્રકાશનને ચિત્રોથી અલંકૃત કરવું, જેથી વાચકોને માટે તે આકર્ષક અને બોધદાયક થાય.
આ બધા નિર્ણયો કર્યા બાદ જરૂરી ગ્રન્થોનું અધ્યયન કરવામાં આવ્યું અને ત્યાર બાદ ગ્રંથનું નિર્મીત પદ્ધતિ અનુસાર લેખન કાર્ય શરૂ થયું. પૂરાં બે વર્ષ આ કાર્ય પાછળ વ્યતીત થયાં. બાદ તે સમગ્ર લખાણને કંઈ પણ શાસ્ત્રવિરુદ્ધ તેમાં ન આવી જાય તે માટે સર્વ પ્રથમ પરમપૂજ્ય મુનિરાજ શ્રીવિક્રમવિજયજી મહારાજ (હાલ આચાર્ય શ્રીવિજયવિક્રમસૂરીશ્વરજી) સમક્ષ મૂકવામાં આવ્યું. તેમણે પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી આ લખાણને સાદ્યન્ત તપાસ્યું અને જ્યાં જયાં ક્ષતિઓ હતી તે તરફ અંગુલિનિર્દેશ કરતાં અમે તેને અમારા લખાણમાંથી દૂર કરી.
ત્યાર બાદ પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર (આચાર્યદેવ શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન) તથા પરમપૂજય મુનિરાજ શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ સમક્ષ આ લખાણ સાદ્યત્ત રજૂ કર્યું. તેઓશ્રીએ પણ સમગ્ર ગ્રંથનું વાંચન અને અધ્યયન કર્યું અને ગ્રંથને અતી સુગમ તથા તર્કશુદ્ધ ભાષામય કરી દીધો. તેમણે પણ કેટલાંક જરૂરી પરિવર્તનો કરાવ્યાં તથા પસીયંત અને હિંદુ પદની વ્યાખ્યા સવિસ્તર અને વિશદ સ્વરૂપે દર્શાવી. બાદ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સમક્ષ આ ગ્રંથ મૂકવામાં આવતા તેઓશ્રીએ પણ પોતાના બહુમૂલ્ય સમયનો ભોગ આપી આ ગ્રંથનાં કેટલાંક પ્રકરણો વાંચ્યા અને આવશ્યક સૂચનો કર્યા. આમ સુવિહિતગીતાર્થ આચાર્યભગવંત આદિ પૂજય મુનિવરોથી સંશુદ્ધ થયેલો આ ગ્રંથ મુદ્રણાલયમાં જવા યોગ્ય બન્યો.
આ ગ્રંથ મુદ્રણાલયમાં ગયા પછી પણ શ્રેસિ વહુવિખાઈન એ ન્યાયે અનેક વિઘ્નો આવતાં જ ગયાં, પરંતુ ઇષ્ટદેવની કૃપાથી એ સઘળાં વિઘ્નો વટાવીને આ ગ્રંથ આજે વાચકોના કરકમલમાં મૂકવા અમે ભાગ્યશાળી બન્યા છીએ.
આ ગ્રંથને સર્વાગ શુદ્ધ બનાવવામાં સક્રિય પ્રયત્ન કરનાર પરમોપકારી પરમપૂજ્ય ઉપર્યુક્ત આચાર્યદેવ આદિ સર્વે પૂજ્ય મુનિવરોના અમે અત્યંત ઉપકૃત છીએ. તેઓશ્રીનો આ રીતનો સક્રિય સહકાર ન હોત તો આ ગ્રંથ આટલો સર્વાગ શુદ્ધ તથા આદરણીય બન્યો ન હોત. આ ગ્રંથના મુદ્રણને શક્ય તેટલું શુદ્ધ બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપનાર તથા યોગ્ય સૂચનો કરનાર શ્રીયુત નવીનચન્દ્ર અંબાલાલ શાહ એમ. એ.નો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org