Book Title: Logassasutra Swadhyay Author(s): Amrutlal Kalidas Doshi Publisher: Shrutratnakar Ahmedabad View full book textPage 8
________________ પ્રથમ-આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન ઉભય સમય કરવામાં આવતા પડાવશ્યક પૈકી બીજું આવશ્યક શ્રીચતુર્વિશતિસ્તવ જૈન સમાજમાં ‘લોગસ્સસૂત્ર'ના નામથી પ્રસિદ્ધ છે. પ્રસ્તુત લોગસ્સસૂત્રનો પડાવશ્યકની ક્રિયામાં (પ્રતિક્રમણમાં) તો ઉપયોગ થાય જ છે, પરંતુ તે ઉપરાંત દેવવંદન, પૌષધ, સામાયિક, કાયોત્સર્ગ વગેરે અનેક ક્રિયાઓમાં પણ તેનો ઉપયોગ આવશ્યક મનાયો છે. લોગસ્સસૂત્ર એ કોઈ સામાન્ય સૂત્ર નથી પણ અતિ અર્થગંભીર સૂત્ર છે. તેને જો શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાનથી સુજ્ઞાત કરવામાં આવે તો તે સમ્યક્તની વિશુદ્ધિ કરવામાં મહત્ત્વનું કારણ જરૂર બને. તેથી જ કહ્યું છે કે :– "चउवीसत्थएणं भंते जीवे किं जणयइ ? चउवीसत्थएणं दंसणविसोहि जणयई" હે ભગવંત ! ચતુર્વિશતિ સ્તવથી જીવ શું પ્રાપ્ત કરે ? ઉત્તરમાં ભગવંત જણાવે છે કે હે શિષ્ય ! ચતુર્વિશતિ સ્તવથી જીવ દર્શનવિશુદ્ધિના લાભને પ્રાપ્ત કરે છે. અહીં દર્શન શબ્દથી સમ્યક્ત ગ્રહણ કરવાનું છે. આવું મહત્ત્વનું લોગસ્સસૂત્ર ગૂઢ રહસ્યોથી ભરપૂર છે. પૂર્વાચાર્યોએ તથા પ્રાચીન મુનિવરોએ આની અર્થગંભીરતાને લક્ષ્યમાં લઈ તેનું વિશદ વિવેચન પોતાના ગ્રંથોમાં કરેલ છે. આજથી લગભગ બે વર્ષો પૂર્વેની કોઈ સુભગ પળે જૈનસાહિત્યવિકાસમંડળના પ્રમુખ શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીના મનમાં એવો વિચાર ઉદ્ભવ્યો કે લોગસ્સસૂત્ર અંગે જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ થાય તેનો સંચય કરી વિધવિધ પાસાઓથી તેનું અધ્યયન થઈ શકે તેવી રીતે એક સંગ્રહાત્મક ગ્રંથ તૈયાર કરવો. તેથી આ વિષયના અભ્યાસક્કુક ભવ્યાત્માઓને તે ઘણો જ ઉપકારક નીવડે. તેઓશ્રીની આ ઇચ્છાને ફળીભૂત કરવા માટે પ્રસ્તુત ગ્રંથનું લેખન શરૂ કરવાનું વિચારાયું અને તે માટે નીચે જણાવેલ પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 182