Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ આચાર્યભગવંતો આદિ પૂજય મુનિવરોથી સંશુદ્ધ થયેલો આ ગ્રંથ અત્યંત ઉપાદેય બન્યો છે. આ ગ્રંથનો ઉપોદ્ધાત પં. શ્રીહીરાલાલ રસિકદાસ કાપડિયાએ ખૂબ જ અભ્યાસ કરીને લખ્યો છે. તેમજ ઘણી જ ઉપયોગી અને અલ્પજ્ઞાત માહિતી આપી લોગસ્સસૂત્રના રહસ્યને સ્પષ્ટ ક્ય છે તથા પ્રસ્તુત ગ્રંથની વિશિષ્ટતા રજૂ કરી છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે આ ગ્રંથ છેલ્લા કેટલાંય વર્ષોથી અપ્રાપ્ય હતો તેથી તેનું પ્રકાશન કરવા માટેની વિચારણા થઈ રહી હતી ત્યારે સૌજન્યમૂર્તિ શ્રી ચંદ્રકાન્તભાઈ દોશીએ અમારી સંસ્થાને આ ગ્રંથ પ્રકાશિત કરવાની સંમતિ આપી હતી. પૂ. પં. શ્રીવજસેનવિજયજી મ.સા. એ આ ગ્રંથ સુંદર રીતે અને યથાશીધ્ર પ્રકાશિત થાય તે માટે અમને શુભ આશીર્વાદ આપ્યા અને આર્થિક સહાયતા માટે પ્રાંગધ્રાના શ્રીજૈનસંઘને પ્રેરણા આપી જેથી આ ગ્રંથ આજે પ્રકાશિત થઈ રહ્યો છે. આ માટે અમે પૂ. પંન્યાસ શ્રીવજસેનવિજયજી મ.સા.ના અત્યંત ઋણી છીએ. ગ્રંથમાં ભૂલો ન રહી જાય તથા પૂર્વપ્રકાશિત ગ્રંથમાં રહેલી ભૂલો પણ દૂર થાય તે માટે યથાયોગ્ય કાળજી લેવામાં આવી છે. પ્રસંશોધન કાર્યમાં સાધ્વી મહોદયા શ્રીચંદનબાલાશ્રીજીનો અમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. અશક્ત અને નાદુરસ્ત તબીયત હોવા છતાં શ્રુતભક્તિના પ્રસ્તુત કાર્યમાં અપ્રમત્તભાવે આપેલી સેવા ચિરસ્મરણીય બની રહેશે. તેમણે પણ આવા ઉત્તમગ્રંથના કાર્યમાં શ્રુતભક્તિનો લાભ મળ્યો તે બદલ ધન્યતા અનુભવેલ છે. ગ્રંથના પ્રકાશન કાર્યમાં સંસ્થાના શ્રીઅખિલેશ મિશ્રાજી, મનીષાબેન, રિદ્ધીશભાઈ, ગૌતમભાઈ, આનંદભાઈનું યોગદાન પ્રાપ્ત થયેલ છે તેમનો અમે આભાર માનીએ છીએ. જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 182