Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ૧. મૂળપાઠ : આ અંગે પ્રાપ્ત થતા સઘળા પાઠાંતરો પાદનોંધમાં ટાંકી પ્રચલિત પાઠને મુખ્યતા આપવી. ૨. સંત છાયા : પ્રાચીન ટીકાકારોએ જે રીતે મૂળ સૂત્રની સંસ્કૃત છાયા કરી છે તે સંત છાયા અહીં આપવી. ૩. વિવરણ : લોગસ્સસૂત્રના એકેક પદનો પ્રાચીન ગ્રંથકારોએ જે અર્થ કર્યો છે તે તે અર્થ ટાંકી સવિસ્તર વિવરણ કરવું અને પાદનોંધમાં તે તે અર્થોને જણાવતા પાઠો તથા તેના આધારસ્થાની વિગત સાથે મૂકવા. ૪. પ્રશ્નોત્તર : લોગસ્સસૂત્ર અંગે ઊઠતા પ્રશ્નો અને તેના શાસ્ત્રીય ઉત્તરોનો પ્રમાણભૂત પાઠો સાથેનો “પ્રશ્નોત્તર' નામનો એક વિભાગ કરવો. ૫. અર્થસંકલના : લોગસ્સસૂત્રની એકેક ગાથાનો નિર્ણત થયેલ સમુદાયાર્થ દર્શાવતો “અર્થસંકલના નામનો વિભાગ કરવો. ૬. ટિપ્પણ : લોગસ્સસૂત્રના તે તે પદોના અર્થના સ્પષ્ટીકરણમાં ઉપયોગી માહિતીઓ જયાંથી પ્રાપ્ત થાય ત્યાંથી લઈ ‘ટિપ્પણ' વિભાગમાં ઉદ્ધત કરવી. ૭. પ્રકીર્ણ : લોગસ્સસૂત્રનાં પર્યાયવાચક પ્રાકૃત-સંસ્કૃત નામો, લોગસ્સસૂત્રનું આવશ્યક આદિ ક્રિયામાં સ્મરણ કરવાના સ્થળો, આવશ્યક ક્રિયામાં લોગસ્સસૂત્રના સ્મરણાદિનું નિયતપણું, લોગસ્સસૂત્રનાં પદો સંપદા તથા અક્ષરો, અન્ય તુલનાત્મક દ્રષ્ટિકોણથી તેની વિચારણા, લોગસ્સસૂત્રનો નામોલ્લેખ કયા કયા આગમો તેમજ પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે–વગેરે સમસ્ત ઝીણવટભરી વિગતોને આવરી લેતો “પ્રકીર્ણક' નામનો એક વિભાગ રાખવો. ૮. તપ-ઉપધાન : લોગસ્સસૂત્રના અધ્યયનની અનુજ્ઞા માટે વિનયોપધાનની વિધિનું વિશદતાપૂર્વક આગમ પાઠ સાથે વિવેચન આમાં ટાંકવું. ૯. લોગસ્સસૂત્રની દેહરચનાઃ લોગસ્સસૂત્રમાં ગૂંથવામાં આવેલા વિવિધ છંદો, માત્રામેળ તથા અક્ષર મેળની વ્યવસ્થા, ગાથા બોલવાનો પ્રકાર, લોગસ્સની પ્રત્યેક ગાથાના અંશો, ચતુષ્કલો, ગણ વગેરે સર્વ વિગતને આવરી લેતી ઉત્થાપનિકા આદિ સર્વ હકીકત આ વિભાગમાં નોંધવી. ૧૦. પંચષદ્ધિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા યંત્રો : અત્યાર સુધી બે કે ત્રણ જ પંચષષ્ઠિ યંત્રો કે સ્તોત્રો ઉપલબ્ધ થતાં હતાં તેને સ્થાને જેટલાં પંચષષ્ઠિ સ્તોત્રો તથા યંત્રો જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી મેળવી આ વિભાગમાં મૂકવાં, પંચષષ્ઠિ યંત્રનો મહાસર્વતોભદ્ર પ્રકાર દર્શાવવો, મહાસર્વતોભદ્ર પ્રકારાનુસાર પંચષષ્ઠિ યંત્રની ૭૨ પ્રકારે થતી રચના ચિત્રો દ્વારા દર્શાવવી તથા પંચષષ્ઠિ યંત્રના પૂજનની પ્રાચીન મુનિવરોએ દર્શાવેલ વિધિ વગેરે સર્વ હકીકત આ વિભાગમાં મૂકવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 182