Book Title: Logassasutra Swadhyay Author(s): Amrutlal Kalidas Doshi Publisher: Shrutratnakar Ahmedabad View full book textPage 6
________________ પ્રકાશકીય બીજી-આવૃત્તિનું લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ગ્રંથ પ્રકાશિત કરતા અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથ સને ૧૯૬૫માં જૈનસાહિત્યવિકાસમંડળ મુંબઈથી પ્રકાશિત થયો હતો, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉપયોગી ગ્રંથ અપ્રાપ્ય હતો. અનેક જિજ્ઞાસુઓ અવારનવાર આ ગ્રંથની પૃચ્છા કરતા હતા. આ ગ્રંથમાં જૈનધર્મના અત્યંત મહત્ત્વપૂર્ણ એવા લોગસ્સસૂત્રની ગંભીરતા પૂર્વક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આગમગ્રંથોમાં અંગપ્રવિષ્ટ પછી અંગબાહ્યસૂત્ર ગ્રંથોમાં આવસ્મયનો ક્રમ મૂળસૂત્રમાં પ્રથમ ક્રમે આવે છે. આ લોગસ્સસૂત્ર આવસ્મયના (આવશ્યકના) બીજા ક્રમે આવતા ચોવીસસ્થય તરીકે સુપ્રસિદ્ધ છે. આ અર્થગંભીર સૂત્ર ઉપર સમયે સમયે અનેક શાસ્ત્રકારોએ ચિંતન કર્યું છે તે તમામનો યથાસંભવ સંગ્રહ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ લોગસ્સસૂત્રમાં વર્તમાન ચોવીશીના ઋષભઆદિ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનો નામોલ્લેખ અને તેમને વંદન કરવામાં આવેલ છે. ઉપરાંત અન્ય તીર્થકરોના ગુણગાન અને આત્મકલ્યાણ માટે યાચના કરવામાં આવી છે. આ સૂત્રના પ્રસ્તુત વ્યાખ્યાગ્રંથને તૈયાર કરવા ૩૮ જેટલા મહત્ત્વપૂર્ણ ગ્રંથોનો આધાર લઈ મૂળપાઠ, સંસ્કૃતછાયા, વિવરણ, પ્રશ્નોત્તર, અર્થસંકલના, ટિપ્પણ, પ્રકીર્ણક, તપ-ઉપધાન, લોગસ્સસૂરાની દેહરચના, પંચષયિંત્રગર્ભિત ચતુર્વિશતિ જિન સ્તોત્રો, યંત્રો, પરિશિષ્ટો તથા ચિત્રોથી સભર આ ગ્રંથ પ્રત્યેક જિજ્ઞાસુને અત્યંત ઉપયોગી થાય તેવો ગ્રંથ છે. કોઈ પણ સાધકને સાધના કરવામાં માર્ગદર્શક થઈ શકે તેવો આ ગ્રંથ છે. જૈનસાહિત્યવિકાસમંડળના તત્કાલીન પ્રમુખ સુશ્રાવક શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીએ બે વર્ષના અવિરત અભ્યાસ અને સઘન પ્રયાસથી આ ગ્રંથ તૈયાર કર્યો હતો તથા પૂ. આચાર્ય શ્રીવિક્રમસૂરિજી મ.સા., પૂ. પંન્યાસજી શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્ય, મુનિવર શ્રીતત્ત્વાનંદવિજયજી મ.સા. તથા પૂ. આ. શ્રીરામચંદ્રસૂરિજી મ.સા. આદિ સુવિહિત ગીતાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 182