________________
૧૪
૮. નામો અને એનો કાલક્રમ : ચઉવીસત્થયમાં એના પ્રણેતાએ આકૃતિનું નામ દર્શાવ્યું નથી. એથી કાલાંતરે એનાં નામો પ્રાકૃત અને સંસ્કૃતમાં યોજાયાં છે. પ્રાકૃત તેમજ સંસ્કૃત નામોની કાલક્રમાનુસા૨ સૂચિ પ્રસ્તુત પુસ્તક (પૃષ્ઠ ૬૩)માં ‘લોગસ્સસૂત્રનાં પર્યાયવાચક નામો' એ શીર્ષક દ્વારા તેનાં આધારસ્થાનો પૂર્વક આપવામાં આવી છે. તદુપરાંત પ્રસ્તુત કૃતિનો પ્રારંભ ‘લોગસ્સ’ પદથી થતો હોવાથી એનું ‘લોગસ્સ' નામ પણ યોજાયું છે. આ નામ અણુઓગદાર (સુત્ત ૧૩૧)માં જે આયાણપય (આદાનપદ)નાં વિવિધ ઉદાહરણો અપાયાં છે તેનું સ્મરણ કરાવે છે.
૯. નામોની અન્વર્થતા : સામાન્ય રીતે નામ એના વિષયને અનુરૂપ હોવું જોઈએ. એ દૃષ્ટિએ લોગસ્સના પર્યાયવાચક નામો પૈકી ક્યાં ક્યાં કેટલે અંશે ગુણનિષ્પન્ન છે તે આપણે વિચારીશું.
‘લોગસ્સ’ સિવાયનાં નામ ગુણનિષ્પન્ન છે. ચઉવીસત્યય, ચઉવીસત્થવ, ચવીસઈન્થય, ચતુર્વિંશતિસ્તવ એ નામનો અર્થ એક જ છે અને તે ચોવીસનો સ્તવ યાને એમનું ગુણોત્કીર્તન છે. આ નામો પ્રસ્તુત કૃતિના વિષયનું અંશતઃ ઘોતન કરે છે, કેમ કે ચોવીસથી શું સમજવું તે જાણવું બાકી રહે છે, એ દૃષ્ટિએ ‘ચ ુવીસજિણત્થય’ અને ‘ચતુર્વિંશતિજિનસ્તવ' એ નામો વિશેષતઃ ગ્રાહ્ય ગણાય, કેમ કે ‘ચોવીસ’થી ચોવીસ જિન સમજવાની વાત સ્પષ્ટપણે આ નામમાં દર્શાવાઈ છે. તેમ છતાં અહીં પણ ‘જિન’થી શો અર્થ અભિપ્રેત છે એ પ્રશ્ન તો ઉપસ્થિત થાય જ છે, કેમ કે ‘જિન’ના નીચે મુજબ વિવિધ અર્થો કરાય છે.
વિષ્ણુ, બુદ્ધ, ચતુર્દશપૂર્વધર યાને શ્રુતકેવલી, જિનકલ્પીમુનિ, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, છદ્મસ્થવીતરાગ, સર્વજ્ઞ અને તીર્થંકર, વિષ્ણુના ચોવીસ અવતારો મનાય છે. એ વિષ્ણુ અત્રે અભિપ્રેત નથી. બુદ્ધ ચોવીસ થયા હોય એમ જણાતું નથી એટલે એ અર્થ પણ અત્ર પ્રસ્તુત નથી. પ્રસ્તુત કૃતિનું આદ્ય પદ્ય વિચારતાં મુખ્યતયા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરો, એવો જિનનો અર્થ અહીં સુસંગત છે.
‘ઉજ્જોઅ’ એટલે ઉદ્યોત.
‘ઉજ્જોઅગર' એટલે ઉદ્યોત કરનાર.
‘નામથય’ અને ‘નામસ્તવ' એ બે નામો ‘નામજિણત્થય’ જેટલા પરિપૂર્ણ નથી.
નામજિણત્થયનો અર્થ નામ-જિનોની સ્તવના છે. જિનના ‘નામ-જિન’, ‘સ્થાપના-જિન', ‘દ્રવ્ય-જિન’ અને ‘ભાવ-જિન’ એમ ચાર પ્રકારો છે. એ પૈકી ‘નામ-જિન' એક પ્રકાર છે. સમભાવભાવી હરિભદ્રસૂરિએ આવસ્ટયની શિષ્યહિતા નામની ટીકા (પત્ર ૪૯૧ અ)માં ‘ચઉવીસઇન્થય’ નામ દર્શાવ્યું છે.
૧૦. ભાષા : પ્રાકૃતના નીચે મુજબ છ પ્રકારો ગણાવાય છે :
૧. મરઠ્ઠી, (માહારાષ્ટ્રી) ૨. સો૨સેણી (શૌરસેની), ૩. માગહી (માગધી),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org