Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 29
________________ The Life of Lord Sri Mahāvira ચિત્ર ૯. પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણ. નવાબ ૧, પાનું ૫૯ તીર્થકરને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવે સમવસરણની રચના કરે છે. આ સમવસરણની બે જાતની રચનાઓ આપણને પ્રાચીન ચિત્રોમાં મળી આવે છે. એક જાતની રચના ગોળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ–ચાર ખૂણાવાળી–ખેડી હોય છે. આ ચિત્ર ગોળાકૃતિ વાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ તથા આજુબાજુ ફરતા ત્રણ ગઢ છે. મસ્તકની પાછળના ભાગમાં અશોકવૃક્ષને બદલે બે બાજુ લટકતાં કમલ જેવી આકતિ ચીતરેલી છે. ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની બહાર ચારે ખૂણામાં એકેક વાપિકા-વાવ-ચીતરેલી છે. પ્રસંગે પાત સમવસરણનું ટૂંક વર્ણન અત્રે આપવું મને લાગ્ય લાગે છે. પ્રથમ વાયુકુમાર દેવ જન પ્રમાણુ પૃથ્વી ઉપરથી કચરે, ઘાસ વગેરે દૂર કરીને તે શુદ્ધ કરે છે. પછીથી મેઘકુમાર દે સુગંધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થંકરનાં ચરણોને પોતા ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ બૃતારો છએ ઋતુના પચરંગી, સુગંધી, અધોમુખ ડીંટવાળાં પુષ્પોની જાનુ પર્યત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણુવ્યંતર દે સુવર્ણ મણિ અને માણેક વડે પૃથ્વીતલ બાંધે છે; અર્થાત એક યોજન પર્વતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણો બાંધે છે. વિશેષમાં ભવ્યજનોને દેશના સાંભળવા માટે બોલાવતા હોય તેમ તેરણાની ઉપર રહેલી દવાનો સમૂહ રચીને તેઓ સમવસરણને સુશોભિત કરે છે. તોરણાની નીચે પૃથ્વીપીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરો કરે છે. વૈજ્ઞાનિક દે અંદરને, તિબ્બો મળે અને ભવનપતિ બહારનો ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળો અને રત્નને બનાવેલે અંદરનો ગઢ જાણે સાક્ષાત્ “હણગિરિ હોય તેમ શોભે છે. રત્નના કાંગરાવાળો અને સોનાનો બનાવેલો મધ્ય ગઢ દ્વીપમાંથી આવેલા સૂર્યની શ્રેણિ જેવો ઝળકી રહે છે. સૌથી બહારનો ગઢ સેનાના કાંગરાવાળા અને રૂપાન બનેલ હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત્ વૈતાઢય પર્વત આવ્યા હોય એમ ભાસે છે. આ પ્રતિમાંના ચિત્રપ્રસંગો જુદી જુદી પ્રતોમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્રો આલેખનમાં વધુ સુકોમળતાવાળા તેમજ કાંઈક વધારે રસિકતાથી આલેખાયેલાં હોય એમ લાગે છે. Fig. 9. SMN. 1. 59. Mahāvīra's Samavasarana. When a Jina obtains perfect knowledge, the gods prepare his Samavasarana. The earth is cleansed for a space a Yojana in redius and is scented and adorned. Three walls are erected, the innermost of jewels, the middle of gold, and the outermost of silver. There are four jewelled gates to each wall. In the centre is a tree on a pedestal and under the tree are four lion thrones. The throne on the east is occupied by the Jina; the three others by reproductions of him. There he preaches to gods, men and animals. The Samavasarana may be either round, as here or square. In the painting Mahavira sits within the Samavasarana. He is not in monks garb, but is in the ornamented array common to perfected being. ચિત્ર ૧૦ પ્રભુ મહાવીરનું નિર્વાણ. નવાબ ૧, પાનું ૬૬ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178