Book Title: Life of Lord Mahavira Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal NawabPage 57
________________ 24) The Life of Lord Sri Mahavira એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાએલા ભમરાઓ ત્યાં ટેળે મળ્યા છે. એવું એના કપાળનું મૂળ છે. વળી, એ હાથી દેના રાજાના હાથી–અરાવરણ હાથી–ના જેવું છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની જે ગંભીર અને મનહર એ એ હાથીને ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણેથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી સ્વમમાં જૂએ છે. ચિત્રમાં હાથીને બે દાંત છે. વળી, તેના ઉપર તેનો માવત બેઠેલો છે. માવતની પાછળ અંબાડી છે. અંબાડીની પાછળ એક ચામર ધરનાર પરિચારક ચામર વીંઝતો બેઠેલો છે. ચિત્રની ઉપરના ભાગમાં બંને બાજુ વાતાયનેની મધ્યમાં પૂર્ણકલશ ચીતરેલો છે. Fig. 32. DVS. The elephant. The first of Trisala's fourteen dreems was an elephant. Large and beautiful possessing all the lucky marks, white, four tusks, its forehead streaming with ichor, an animal equal to Indra's elephant. On a blue background is the elephant. It is fully caparisoned, like a state elephant. An elephant driver is seated on it and behind him is a fly-whisk bearer. Of the four tusks mentioned in the text, two are represented. The top part of the painting has three peaks. A full vase filled with the water is in the middle peak. ચિત્ર ૩૩ વૃષભ. દેવસા.ની પ્રત ઉપરથી. ત્યાર પછી વળી, ધોળા કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અંબારના ફેલાવાને લીધે સર્વ બાજુઓને દીપાવતા, જેની કાંધ જાણે કે અતિશય શોભાને લીધે હલવલ ન થતી હોય એવી કાંતિવાળી શોભતી અને મનહર કાંધવાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી ચકખી અને સુંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાએલ છે, માંસથી ભરેલ છે, તગડું છે, લટ્ટુ છે અને બરાબર વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિંગડાં બરાબર પૂરાં ગોળ, લ, બીજાં કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને નીચે ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને એક સરખા શોભતા અને ધેાળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભ-બળદ–ને ત્રિશલા દેવી બીજા સ્વમમાં જૂએ છે. ચિત્રમાં સુંદર લટ્ટુ અને પુષ્ટ બળદ મસ્તીમાં દેડતો હોય એવી રીતે ચીતરેલો છે. બળદની ઉપરના ભાગમાં બંને બાજુ વાતાયને, તથા વાતાયની મધ્યમાં પૂર્ણકલશ ચીતરેલે છે. Fig. 33. DVS. The bull. The second dream was of a white bull. The bull shedding a flood of radiance like a bunch of white lotus flowers, shining and darting out rays on every side. A very fine ornamental attractive hump adorns his shoulders, with his skin clear; hair sleek, form graceful, and body in healthy condition, and on the whole beautiful to look at his horns circular, smooth and elevated; his teeth harmless and clean. Such was the assemblage of excellent qualities the bull possessed. In the painting, the artist has represented a mighty beautiful bull on the blue backgronnd. The upper part of the picture, showing the entablature of the house, is beautifully ornamented with a full vase in the middle. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.orgPage Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178