________________
As Represented in the Kalpasůtra Paintings
[71 રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને લૂછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું. પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, સ્વચ્છ, ઉજજવળ અને લક્ષમૂલ્યવાળું વેત વસ્ત્ર શોભવા લાગ્યું. વક્ષ:સ્થળ ઉપર કિંમતી હાર ઝૂલવા લાગ્યા. બાજુબંધ અને કડાંઓથી તેમની ભૂજાઓ અલંકૃત બની અને કંડલના પ્રકાશથી તેમના મુખમંડલમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણ અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખા ક્ષત્રિયકુંડ નગરને વજા-પતાકા તથા તારણોથી શણગારવામાં આવ્યું હતું.
પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સેંકડો સ્તંભેથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણ જડિત ‘ચંદ્રલેખા” નામની પાલખીમાં પ્રભુ મહાવીર દીક્ષા લેવા નિસર્યા.
તે સમયે હેમંત ઋતુને પહેલો મહિનો-માગશર માસ, પહેલું પખવાડિયું-કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છઠને તપ કર્યો હતો અને વિશુદ્ધ વેશ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. ચિત્રની જમણી બાજુએ પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને બેઠેલા છે. બંને બાજુ એકેક શ્રી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકોએ પાલખી ઉપાડેલી છે. પાલખીની આગળ બે માણસો ભૂંગળ વગાડતા અને તે બંનેની નીચે બે માણસો જોરથી નગારું વગાડતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરે કરેલા અનગારપણું (સાધુપણા)ના સ્વીકારનો પ્રસંગ જોવાનો છે.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદુષ્ય વસ્ત્ર તથા અશોકવૃક્ષની રજૂઆત ચિત્રકારે કરી જણાતી નથી. ચિત્રમાં એક હાથે પિતાના મસ્તકના વાળનો લેચ કરવાનો ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જેતા મહાવીર પ્રભુ, અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતે ઈન્દ્ર દેખાય છે. ઈન્દ્રના પાછળના એક હાથમાં જ છે જે ઈન્દ્રને ઓળખાવે છે; આગળને એક હાથ વરદ મુદ્રાએ રાખેલ છે. ખરી રીતે તે જ્યારે જ્યારે ઈન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારે ત્યારે સઘળા આયુધોને ત્યાગ કરીને જ આવે એ રિવાજ છે, પરંતુ ઈન્દ્રની ઓળખાણ આપવાની ખાતર જ વજ કાયમ રાખેલું હોય એમ લાગે છે.
ક્ષત્રિયકુંડ નગરની બહારના ઉદ્યાનમાં આવેલા એક અશોકવૃક્ષની હેઠળ આવી પ્રભુ પાલખીમાંથી નીચે ઉતર્યા અને પિતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશનો એવી રીતે પંચમુષ્ટિ લેચ કર્યો. એ વેળા નિર્જળ છઠને તપ તે હતો જ, ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયો ત્યારે ઈન્દ્ર ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદુષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષરહિતપણે કેશનો લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અનગારપણુ-સાધુપણુ-ને પામ્યા.
Fig. S. 141-142. : Mahavira in the initiation Palanquin. JSM. Fol. 49. Sixe 3" x 3", While the Venerable Ascetic Mahāvīra was yet living in the society of men and following the religious practice of a house holder, he had obtained in comparable, all manifesting, indestructible intelligence and perception. Therefore, by this incomparable, all manifesting inlelligence and perception, clearly seeing that the time of his initiation had arrived, he abandoned with a derermined resolve all silver, gold, wealth, kingdom, country, army, chariots, treasury, store-houses, city, private apartments, and society; and taking his money, golden ornaments, jewels, precious stones, pearls, conchs, corals, rubies and other
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org