________________
92 ]
The Life of Lord Sri Mahấvira ચિત્ર ૧૫૭. યજ્ઞ કરતાં ઇંદ્રભૂતિ વગેરે બ્રાહ્મણ પંડિતે. દેવસાના પાડાના ક૯પસૂત્રની પ્રત ઉપરથી. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ ઈંદ્રોનાં સિંહાસન ડોલ્યાં. તેમણે અવધિજ્ઞાનથી, પ્રભુને કેવળજ્ઞાન થયાની વાત જાણી કે તરત જ દેવોના પરિવાર સાથે પ્રભુની પાસે આવી પહોંચ્યા, અને સમવસરણની રચના કરી. તે સમવસરણમાં પ્રભુએ દેશના આપી. સમવસરણમાં દેવો અને ઇંદ્રો ભેગા થએલા હોવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પ્રભુ થોડો વખત દેશના આપીને ત્યાંથી વિહાર કરીને, અપાપાપુરીની પાસે આવેલા મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે અપાપાપુરીમાં સોમિલ નામના બ્રાહ્મણને ઘેર યજ્ઞ કરવા સારુ, તે સમયના ઘણા સમર્થ બ્રાહાણે ભેગા થયા હતા. તેમાં ૧ ઈંદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ અને ૩ વાયુભૂતિ નામના ભાઈઓ પાંચ પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા.
ચિત્રમાં સુંદર ઘટાદાર વૃક્ષની નીચે ઊંચી બેઠક ઉપર બેઠેલા બે બ્રાહ્મણ પૈકી, ચિત્રની જમણી બાજુને બ્રાહ્મણ પિતાના ઊંચા કરેલા હાથથી યજ્ઞમાં આહૂતિ આપવા માટે મંત્ર બોલે છે; અને ચિત્રની ડાબી બાજુને બીજે બ્રાહ્મણ પિતાના ઊંચા કરેલા જમણા હાથથી યજ્ઞકુંડમાં પિતાના હાથમાંની વસ્તુની આહૂતિ આપતો બેઠેલે છે. બન્નેની મધ્યમાં સળગતા અવિનની જ્વાલાઓ યજ્ઞકુંડમાંથી નીકળતી દેખાય છે. બન્ને બ્રાહ્મણોની બાજુમાં યજ્ઞમાં બલિ તરીકે હોમવા માટેના પશુઓ પણ ચિત્રકારે રજૂ કરેલાં છે. આ ચિત્ર પ્રસંગ બીજી કઈ પણ હસ્તપ્રતમાં મારા જેવામાં આવેલ નથી.
ચિત્રની જમણી બાજુના હાંસિયામાં મોરની વિવિધ જાતિના અંગમરેડની ચિત્રાકૃતિઓ ચિત્રકારે રજૂ કરેલી છે.
Fig. 157. : DVS. KS manuscript. Two Brahmans sacrificing yagna. At the time, when Sramaņa Bhagavān Mahavira aquried KevalaJnana (perfect knowledge), out side Jrambhikagāma Nagara on the banks of Rjuvālukā river, a wealthy Brāhmaṇa named Somila was preparing for a great sacrificial yagna to which he invited many Brāhmaṇs including eleven highly talented Acāryas of whom the three brothers-1. Indrabhūti, 2. Agnibhūti and 3. Vāyubhūti, who were well-versed in the fourteen kinds of the knowledge.
The painting shows two Brāhmaṇs out of the eleven seated on high level seats with an object for sacrificing in agnikunda in the hand of right side Brāhmaṇa, left side Brahmaņa is chanting vedamantras. Agnikunda is represented by fire. Above them is a beautiful large tree on both the sides. At the left, under the high-level seat are two deers in two compartments and at the right, a goat and a horse are kept for sacrificing them in Yajna. I have never seen a similar scene in any illustrated KS manuscript before.
In the left panel, the artist has represented three peacoks in different actions, which shows the proficiency in his art.
ચિત્ર ૧૫૮. મહાવીર નિર્વાણ. નવાબ ૧; પાના ૬૬ ઉપરથી.
શ્રમણ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનોની સભામાં છેલું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાનો ચોથો મહિનો, વર્ષાકાળનું સાતમું પખવાડિયું એટલે કે કાર્તિક માસનું (ગુજરાતી આસો માસનું) કૃષ્ણ પખવાડિયું, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે ગુજરાતી આ માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા.
ચિત્રમાં પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્રમાં વર્ણવી ગયા તે પ્રમાણેના આભૂષણ સહિત ચીતરેલી
Jain Education Intemational
For Private & Personal Use Only
Jain Education Interational
www.jainelibrary.org
For Private & Personal Use Only