________________
82)
The Life of Lord Sri Mahāvira the tips of her hair and the ends of her bark garments, and pelted against Mahavira's body like arrows. They would have pierced the body of anyone else, but they had no effect upon him. All night long, he endured this. In the morning, by the power of his meditation, he aquired clairvoyant knowledge (avadhijnana), and knowledge of the meaning of the eleven angas of the Svetāmbara Jaina canon. At the end of the night Katapūtanā felt appeased and became repentant; and she honoured Mahāvīra with devotion and left.
In the painting, Mahāvíra stands at the right; above him is Katapūtanā with the rain flowing from her hair. At the lower left, she is showing devotion to Mahāvira. This incident is rarely seen in other illustrated manuscripts.
ચિત્ર ૧૫ર. : નવાબ ૭, ઉપરથી. શ્રી મહાવીર પ્રભુને સંગમદેવને ઉપસર્ગ. પંદરમા સૈકાની હસ્તલિખિત કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી તારીખ વગરની પ્રત ઉપરથી.
એક વખતે શક્રેન્ડે પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, સુરત સિંહાસન ઉપરથી ઊતરી પ્રભુને ઉદેશીને નમન કર્યું. તે પછી ઈન્દ્ર પ્રભુના ધર્યગુણની પ્રશંસા કરતાં પિતાની સુધર્મા સભામાં બેઠેલા દેવની સમક્ષ કહ્યું કે “અહો ! શ્રીવીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે? તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરું ? તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણ જગતનાં પ્રાણીઓ કદાચ એકઠાં થાય તો પણ નિષ્ફળ જ જાય ! સભામાં બેઠેલા ઈન્દ્રને એક સામાનિક દેવ- સંગમ આ પ્રશંસા સહન ન કરી શક્યો. તે ભ્રકુટિ ચડાવી ધ્રુજતા સ્વરમાં તાડૂકી ઊઠી બોલ્યા કે : “આ દેવની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા યે સંકોચ નથી થતો ? આપને જે વિશેષ ખાત્રી કરવી હોય તો હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં !”
ઈન્ડે વિચાર્યું : “જે હું ધારું તો સંગમને હમણાં જ બોલતો બંધ કરી શકું, પણ જે હું અત્યારે તેને હુકમ કરી જતો અટકાવી દઈશ તો તે દુર્બુદ્ધિ એમ સમજશે કે તીર્થકરો તે પારકાની સહાયથી જ તપ કરે છે. એક સંગમના મનમાં નહિ, પણ લગભગ બધા દેના મનમાં ખોટું ભૂત ભરાઈ જશે; માટે અત્યારે તો આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે.”
ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવે પ્રભુને ચલાયમાન કરવા ઈન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યો અને સીધો પ્રભુ પાસે આવી ઊભો રહ્યો. પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા ઝરતી હતી, પણ સંગમને તો તે ઊલટું જ પરિણમ્યું; કારણ કે તેનું હદય ક્રોધ અને ઈર્ષાથી ધગધગી રહ્યું હતું.
(૧) સૌથી પ્રથમ તેણે ધૂળનો વરસાદ વરસાવ્યો. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુષ્ટ વજી જેવા કઠોર-તીક્ષ્ણ મુખવાળી કીડીઓ પ્રભુના શરીર ઉપર વળગાડી. તે કીડીઓએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું, છતાં પ્રભુ અચળ જ રહ્યા. (૩) પછી પ્રચંડ ડાંસ ઉપજાવ્યા. ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રુધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીક્ષ્ણ મુખવાળી ઘીમેલ પ્રભુના શરીરે એવી તે સજજડ ચાંટાડી કે આખું શરીર ધીમેલમય થઈ ગયું. (૫) તે પછી વીંછીઓ વિફર્યાં. પ્રલયકાળના અનિના તણખા જેવા તે વીંછીઓએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬) ત્યારપછી નોળિયા વિફર્યા. તે “ખી ! ખી!” એવા શબ્દો કરતા દેડીદડીને પોતાની ઉગ્ર દાઢા વડે ભગવંતના શરીરનું માંસ તેડવા લાગ્યા. (૭) પછી ભયંકર સર્પો છોડી મૂક્યા. પરમાત્માન મહાવીરનું આખું શરીર-પગથી માથા સુધી-સર્ષોથી છવાઈ ગયું. ફણાએ ફાટી જાય તેવા જોરથી પ્રભુના શરીર ઉપર ફણના પ્રહારો થવા લાગ્યા, દાઢે ભાગી જાય તેટલા બળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરે વિકુળં. તે નખથી અને દાંતથી પ્રભુને ખણવા લાગ્યા અને તેની ઉપર પિશાબ કરીને
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org