Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 152
________________ As Represented in the Kalpasūtra Paintings [ 83 પડેલા ઘા ઉપર ક્ષાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મમત્ત હસ્તીઓ વિફર્ચા. હસ્તીઓએ પ્રભુના શરીરને સૂંઢથી પકડી, અદ્ધર ઉછાળી, દંતશલ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યો અને પગ નીચે પણ દાખ્યા. (૧૦) હાથીથી ક્ષોભ ન થયો એટલે હાથણીઓ આવી. તે હાથણીઓએ પણ તીક્ષ્ણ દાંતથી પ્રભુને ઘણુ પ્રહાર કર્યા. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ અગ્નિની જવાળાઓથી વિક્રાળ બનેલા પિતાના મુખને ફાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યા અને અટ્ટહાસ્ય કરી ઘોર ઉપસર્ગ કર્યા. (૧૨) તે પછી નિર્દય સંગમે વાઘનું રૂપ લીધું. પોતાની વા જેવી દાઢથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહારથી પ્રભુના આખા શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩) છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ જઈ સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. તેઓ જાણે કરુણાજનક વિલાપ કરીને બોલવા લાગ્યા કે : “હે પુત્ર ! તે આવી દુષ્કર દીક્ષા શું કરવા લીધી. અમે ઘણું દુઃખી થઈ આડાંઅવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ. તું અમારી સંભાળ કેમ નથી લેત ? આવા વિલાપથી પણ પ્રભુ દયાનમાં નિશ્ચલ જ રહ્યા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિક્ર્યો. તે છાવણીના માણસોએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂકયું. અગ્નિ એટલો બધે આકરે કર્યો કે પ્રભુના પગ નીચેથી પણ બળવા લાગ્યા. (૧૫) તે પછી એક ચાંડાલ વિકુઓં. તે ચાંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને બે જંઘા વગેરે અવયવો ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારો એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવું છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિકુળ્યું. એ પવનથી પર્વત પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વંટેળીઓ ઉપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિડની પેઠે પ્રભુને ખૂબ ભમાવ્યા. (૧૮) તે પછી સંગમ ક્રોધે ભરાઈને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકુછ્યું. તે કાળચક્ર ઉપાડી જોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તેઓ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલા અનુકૂળ ઉપસર્ગો અજમાયશ કરવાનો વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિકુછ્યું. માણસો આમતેમ ફરવા લાગ્યા અને તેઓ પ્રભુને કહેવા લાગ્યા કે : “હે દેવાર્ય ! પ્રભાત થઈ ગયું. છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં કયાં સુધી રહેશે? ઊઠોઆપને ધ્યાનનો સમય તે ક્યારને યે પૂરો થઈ ગયો.” પણ પ્રભુ તે પોતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવઋદ્ધિ વિકુવ, અને વિમાનમાં બેસી પ્રભુને લલચાવવા લાગ્યો કે : “હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્ર તપ અને પવિત્ર સત્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું તે આપને જે જોઈએ તે માગી લે. કહો તે મોક્ષમાં લઈ જઉં.” એ મીઠા શબ્દોથી પણ પ્રભુ ન લેભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિક્ર્વા. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા પણ પ્રભુનું એક રૂંવાડું યે ન ફરકયું, તે ન ફરકયું, એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મોટામોટા વીસ ઉપસર્ગો કર્યા. છતાં પ્રભુએ તે તેના તરફ દયાદષ્ટિ જ વર્ષાવી. ધન્ય છે મહાવીરની અસીમ કરુણાને ! ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસધ્યાને ઊભા છે. આ ચિત્રમાં આભૂષણો વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે. કપાળમાં બ્રાહ્મણનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે; સાધુને કપાળમાં તિલક હોય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે હરણ જેવાં પ્રાણીઓ છે, વર્ણનમાં હરણનો ઉલલેખ માત્ર પણ નથી. કાન અગાડી બંને બાજુથી બંને હાથોથી પવનને આમંત્રિત કરતી બે પુરૂષ-વ્યક્તિઓ ઊભેલી છે. જમણી બાજુ વીંછી, વાઘ તથા છાવણને લશ્કરી પઠાણ સિપાઈ પ્રભુના જમણુ પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતો ઊભેલો દેખાય છે. ડાબી બાજુ સર્પ, હાથી, નોળિો તથા ડાબા પગ ઉપર ચાંડાલે મૂકેલું તીર્ણ ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતરેલું છે. Fig. 152. SMN. 7. Mahāvīra's austerities. In the middle stands Mahävira in strict meditation. Samgamaka made 20 attacksu pon Mahāvīra meditation. This god, hearing Sakra Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178