Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 79
________________ 38] The Life of Lord Sri Mahavira કરાવે અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિઘાસણ મંડાવી તમે “મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળો. ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષો રાજી રાજી થતા યાવત્ હૃદયમાં ઉલ્લાસ પામતા હાથ જોડીને યાવત અંજલિ કરીને ‘સામી! જેવી આપની આજ્ઞા” એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં બહારની બેઠક છે ત્યાં આવે છે ત્યાં આવીને તરત જ એ બેઠકને સવિશેષપણે સજાવવા મંડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંઘાસણું મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બન્ને હથેળીઓને ભેગી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિ કરો સિદ્ધાર્થ ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે એટલે તે સામી ! અમે જેમ તમે ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છિયે એમ કહે છે. Fig. 49. HVB. 1, 2. Siddhārtha commands his officers. At the daybreak King Siddhārtha commanded the family servants to prepare the outer hall of audience and erect his throne, and to come report when all was prepared. In the upper register King Siddhartha sits upon his throne, confronted by two family servants, who are receiving his orders. In the lower register are a male lute prayer, a male trumpter, a female dancer, a male drummer, and a male manjira player are enjoying. This painting is an unique of its kind. ચિત્ર ૫૦. નવાબ ૪, ત્રિશલાનો આનંદ. પિતાને ગર્ભ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. આ ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જઈને, તેણીની સામે ઊભી રહેલી બે સ્ત્રી પરિચારિકાઓને પિતાનો આનંદ વ્યક્ત કરતી સેનાના સિંહાસન ઉપર મહામૂલ્યવાન વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને બેઠેલી છે. આ સમયે પ્રભુ મહાવીરે પોતાના માતાપિતાની હયાતિમાં દીક્ષા ન લેવાને ગર્ભમાં જ નિયમ લીધો. Fig. 50. SMN. 4, Queen Trišala's joy. The embryo of Mahāvīra perceiving his mother's grief and understanding its cause, relieved her mind by quivering slightly, and now joy filled her heart. At that time the Venerable Mahāvīra made the decision not to enter the monk life so long as his parents remained alive. In this painting, Trisalā has regained her zest for life. The aureole and diadem have reappeared, her hair is braided, she is adorned with all her finery, and she admires herself. Two maids stand before her, one holding a lotus flower and other a mirror. ચિત્ર ૫૧, પ્રભાતનું દશ્ય. કુસુમ. પાના ૧૧૧ ઉપરથી. પછી, વળતે દિવસે સવારના પહોરમાં, જ્યારે પોયણું કમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડ્યાં છે. હરણની આંખે કમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રજાના પુંજ સમાન, કેસુડાંના રંગ જે, પોપટની ચાંચ જે અને ચણોઠીના અડધા લાલરંગ જેવો લાલચોળ તથા મોટાં મોટાં જળાશયોમાં ઉગેલાં કમળાને ખિલવનાર હજાર કિરણવાળો તેજથી ઝળહળતો દિનકર-સૂર્ય ઊગી ગયો છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178