Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 117
________________ 64). The Life of Lord Sri Mahavira ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમતો કરી ઠાર કર્યો અને અંતે બધા સકુશળ પાછા ફર્યા. -ભાગવત દશમસકન્દ, અ. ૨૦, કલે. ૧૮-૩૦ આ પછી ચિત્રના અનુસંધાને, અનુક્રમે નિશાલ ગરણનો નીચેનો પ્રસંગ જોવાનો છે. પ્રભુ જ્યારે આઠ વર્ષથી કંઈક અધિક ઉમ્મરના થયા ત્યારે, પ્રભુ જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત જન્મેલા હોવા છતાં, પરમ હર્ષિત થએલાં માતા, સામાન્ય પુત્રની પેઠે તેઓને નિશાળે ભણવા મોકલવા તૈયાર થયાં. શુભ મુહૂર્ત અને શુભ લગ્ન પ્રભુને નિશાળે બેસાડવાની મહોત્સવ પૂર્વક મોટી તૈયારી કરી. સગાં-સંબંધીઓને, હાથી, ઘોડા વગેરે વાહનથી, હાર, મુગટ, કંડલ, બાજુબંધ, કંકણુ વગેરે આભૂષણેથી અને પંચવર્ષીય રેશમી વસ્ત્રોથી આદરપૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને માટે મહામૂલ્યવાળાં ઘરેણાં, વિવિધ પ્રકારનાં રત્ન અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરવામાં આવી. નિશાળના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સોપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ, રત્ન અને રૂપાથી જડેલાં પાટી-ખડિયો-લેખન વગેરે ઉપકરણ તૈયાર કયાં. દેવી સરસ્વતીની મૂર્તિના પૂજન માટે કિંમતી રત્નો અને મોતીઓથી જડેલું સુવર્ણનું મનોહર આભૂષણ તૈયાર કરાવ્યું. કુલની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવી, ચંદન કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભૂષણે અને પુષ્પમાળા વડે અલંકૃત થએલા પ્રભુને સુવર્ણની સાંકળથી શોભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડ્યા. સેવકોએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું. ચંદ્રનાં કિરણો જેવાં સફેદ ચામર વીંઝાવા લાગ્યાં, ગવૈયાઓ ગાન ગાવા લાગ્યા, વાજિંત્રોના મધુર સૂર નીકળવા લાગ્યા, વિવિધ પ્રકારના નાચ થવા લાગ્યા, યાચકને ઈચ્છિત દાન મળવા લાગ્યાં. એવી રીતે ધામધુમ સાથે, ચતુરંગી સેનાથી પરવરેલા શ્રીવર્ધમાનકુમાર પંડિતને ઘેર ભણવા ગયા. ચિત્રમાં હાથી ઉપર વર્ધમાનકમાર બેઠેલા છે. હાથીની આગળ એક માણસ શરણાઈ વગાડતો દેખાય છે અને હાથીની પાછળ ઉપર બે અને નીચે એક, કુલ ત્રણ સ્ત્રીઓ મંગલ ગીત ગાતી ઉભી છે. નીચે ચાર પુરુષો બેઠેલા છે. Fig 132: DUA. 2, 43. Two scenes in one : (a) The youthful Mahavira and the jealous god; (b) Mahavira is going to school (Nisalagarnum). Before he was 8 years old Mahavira used to play games becoming his age with other boys. One day, in his court while describing the hero (Vira), Hari (Sakra) said that all steadfast (dhira) beings were inferior to Mahā vira (anumahaviram). One of gods his name is not given-full of prideful envy determined to shatter Mahāvira's courage, and went to the place where the Lord was playing. At that time Mahāvīra and his companions were engaged in the game of amalaki. The god assumsd the form of a serpent and appeared at the foot of a tree, All the other boys fled in terror, but Mahāvira picked up the serpent as though it were a rope and dashed it to the ground. The other boys were than ashamed and resumed the game. The god now returned in the form of a boy. At this time the boys were climbing a tree. Mahāvīra got to the top first-for what achievement was that for him who was destined to reach the top of the universe ?-where he shone like the sun on Mount Meru, while his companions hung below like the constellations of monkeys (pun on the word sakhamrgas). Mahāvīra had won, and the wager had been that winner should mount the back of the vanquished and ride about on them. He therefore got on to the backs of the other boys as though they were horses; foremost among the strong, he even Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178