________________
As Represented in the Kalpasūtra Paintings
[ 67
આ મહાત્સવના દિવસેામાં કાઇ આરંભ-સમારંભ ન કરે અને દળવા-ખાંડવાનું બંધ રાખે એવા અંદાખસ્ત તમે પાતે કરો અને ખીજા પાસે કરાવા, તથા મારી આજ્ઞા મુજબ દરેક કાર્ય કરીને મને નિવેદ્યન કરો.’
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. સિંહાસન ઉપર જમણા હાથથી તલવાર પકડીને વસ્ત્રાભૂષણૈાથી સજ્જ થઈને સિદ્ધાર્થ બેઠેલા છે અને પેાતાના ડાબા હાથમાંના કિંમતી હાર સામે ઊભેલી પુત્રજન્મની વધામણી લાવનાર પ્રિયંવદા દાસીને આપતા દેખાય છે, અને તે હાર ગ્રહણ કરવા માટે બે હાથ ધરીને દાસી ઊભેલી છે. દાસીના માથાના ઉપરના ભાગમાં એક હાથમાં ઢાલ અને બીજા હાથમાં તલવાર પકડીને બેઠેલા ગામના કાટવાળ સિદ્ધાર્થની આજ્ઞા સાંભળતા હોય તેવી રીતે બેઠેલા છે. સિદ્ધાર્થની પાછળ ચામર ઉડાડતી એક સ્ત્રી-પરિચારિકા ઉભેલી છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલા મહાવીર પ્રભુના જન્મ થયાના આનંદમાં જુદીજીજુદી જાતનાં વાઘો લઇને નાચ-ગાન કરતાં સ્ત્રી-પુરુષાને પ્રસંગ જોવાના છે, ચિત્રની મધ્યમાં એક સ્ત્રી નાચતી દેખાય છે. નાચતી સ્ત્રીની જમણી બાજુ એક પુરુષ શરણાઈ વગાડે છે અને ખીજો પુરુષ નગારૂ વગાડતા ઊભેલા છે. ડાબી બાજુ ઊભેલા એ પુરુષા પૈકી એકના બંને હાથમાં મંજીરા છે અને બીજો પુરુષ બંને હાથથી પકડેલી વાંસળી વગાડે છે. આ પ્રમાણે કુલ પાંચ સ્ત્રી-પુરુષો નાચગાન કરતાં દેખાય છે.
Fig. 136: JRP 41. Siddhārtha celebrating the festival of Mahāvīra's birth. The King and his seraglio celebrated the 10 days' festival decreed in honour of the birth of an heir to the kingdom.
In the upper register at the left sits Siddhartha, opposite to him is maid servant Priyamvada giving the message of the birth of Mahavira.
In the lower register are a male trumpeter, a male drummer, a female dancer, a mail singer and a male lute player enjoying the birth festival. This painting is unique of its kind.
ચિત્ર ૧૩૭ : લેાકાંતિક દેવાની પ્રાર્થના અને વર્ષીદાન. જીરાની પ્રતના પાના ૪૬ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. એક તરફ પ્રભુ પાતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મદેવલાક નિવાસી લેાકાંતિક દેવાએ, દીક્ષા લેવાને એક વરસ ખાકી રહ્યું, એટલે કે પ્રભુની આગણત્રીશ વર્ષની ઉંમર થઈ ત્યારે, પેાતાના શાશ્વત આચાર પ્રમાણે દીક્ષાના અવસર આવ્યાનું સૂચવી દીધું. નવ પ્રકારના લેાકાંતિક દેવાએ પેાતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઉતરી જાય એવી વાણીમાં પ્રથમ તે પ્રભુને વારંવાર અભિનંદી ખૂખ સ્તુતિ કરી પછી તેમણે કહ્યું કે :- “હે સમૃદ્ધિશાલી! આપને જય હા! હે કલ્યાણવંત ! આપને વિજય થાઓ. હે પ્રભુ! આપનું કલ્યાણ છે. જગતના ઉદ્ધાર કરવાની ધૂ'સરી ધારણ કરવામાં સમર્થ હેાવાથી હું ક્ષત્રિયામાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપના જય હેા. હે ભગવન્ ! આપ બેષ પામેા, દીક્ષા સ્વીકારો. હું લેાકનાથ ! સકલ જગતના જીવાને હિતકર, એવું ધર્મતીર્થ પ્રવર્તાવા; કારણકે આ ધર્મતીર્થ સકલ લેાકને વિષે સર્વ જીવાને હિત કરનારું થશે, સુખકારક તથા માક્ષદાયક થશે.”
ચિત્રમાં સુવર્ણના સિંહાસન ઉપર જમણા હાથથી તલવાર પકડીને અને ડાબે હાથ, સામે અંજલિ જોડીને ઊભેલા લેાકાંતિક દેવાને પ્રત્યુત્તર આપવા ઊંચા કરીને બેઠેલા ભગવાન મહાવીર કુમાર અવસ્થામાં વસ્ત્રાભૂષાથી સુસજ્જિત છે, સામે બે હાથ જોડીને ઊભેલા ત્રણ લેાકાંતિક દેવા પ્રભુને દીક્ષા લેવાની વિનંતી કરે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલા મહાવીર પ્રભુના વર્ષીદાનને પ્રસંગ જોવાના છે. વર્ણન માટે જીએ ચિત્ર ૧૩૮નું આ પ્રસંગનું જ વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org