________________
As Represented in the Kalpasütra Paintings
[ 63
ચિત્ર ૧૩૨ : આમલકી ક્રીડા અને નિશાલ ગરણું, ડહેલા. ૨ની પ્રતના પાના ૪૩ ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના આમલકી ક્રીડાના ચિત્રથી થાય છે.
(૧) એક વખતે સૌધર્મેન્દ્ર પાતાની સભામાં મહાવીરના ધૈર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યા કે : હે દેવા ! અત્યારના આ કાળમાં મનુષ્યલાકમાં શ્રીવર્ધમાનકુમાર એક બાળક હાવા છતાં પણ તેમના જેવા બીજો કેાઇ પ્રરાક્રમી વીર નથી. ઈન્દ્રાદિ દેવા પણ તેમને ખવરાવવામાં અસમર્થ છે.' આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું, તે જ્યાં કુમારા ક્રીડા કરતા હતા ત્યાં આન્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળતા મણુિવાળા, ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત ફણાવાળા મેાટા સર્પનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવા ભયંકર સર્પ જોઇ ભયભીત બનેલા અધા કુમારા રમતગમત પડતી મૂકી નાસી છૂટવા, પરંતુ મહાપરાક્રમી ધૈર્યશાળી શ્રી વર્ધમાનકુમારે જરાપણુ ભય પામ્યા વિના પાતે ત્યાં તેની પાસે જઇ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધા. સર્પ દૂર પડચો એટલે નિર્ભય અનેલા કુમારે પાછા એકઠા થઇ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી.
(૨) હવે કુમારોએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઊપર બેસાડે. કુમારવેષધારી દેવ શ્રી વર્ધમાનકુમાર સાથે રમતમાં હારી ગયા. તેણે કહ્યું : ભાઈ, હું હાર્યાં અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દો. શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને ખિવરાવવાના પ્રપંચ કર્યો. તેણે પાતાની દેવશક્તિથી સાત તાડ જેટલું ઊંચુ પાતાનું શરીર બનાવ્યું. પ્રભુ તેના પ્રપંચ અવિધજ્ઞાનના ખળથી જાણી ગયા. તેમણે વજ્ર જેવી કઠાર મુષ્ટિથી તેની પીઠ પર એવા તા પ્રહાર કર્યો કે તે ચીસા પાડવા લાગ્યા અને પીડા પામવાથી મચ્છરની જેમ સકેાચાઇ ગયા. પ્રભુનું પરાક્રમ તથા ધૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર કર્યાં અને પેાતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળા વૃત્તાંત કહી સંભળાવ્યા. તે વખતે ઇન્દ્ર ધૈર્યશાળી પ્રભુનું · વીર' એવું ગુણનિષ્પન્ન
નામ પાડયું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણા પહેરેલાં છે અને ઝાડને વીંટાઈ વળેલા સર્પ છે. વર્ધમાનકુમારની આગળપાછળ ત્રણ તથા ઉપરના ભાગમાં એક ખીએ છેકરો ચીતરેલા છે. વર્ધમાન દેવના ખભા ઉપર બેઠેલા છે. વળી નજીકમાં એક વ્યકિત ઊભેલી છે, જે જમણા હાથ ઊંચા કરીને કાઈને ઓલાવીને મહાવીરના આ પરાક્રમના પ્રસંગ ખતાવતી હાય એમ લાગે છે.
આ પ્રસંગની સાથે સરખાવે। કૃષ્ણની બાળક્રીડાનેા એક પ્રસંગ.
(૧) કૃષ્ણ જ્યારે ખીજા ગેાપ બાળકા સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા માકલેલા અશ્વ નામના અસુર એક ચેાજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પાડ્યો અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયા. આ જોઇ કૃષ્ણે એ સર્પના ગળાને એવી રીતે રૂધી નાખ્યું કે જેથી તે સર્પ અઘાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયા અને તે મરી ગયા. તેના મુખમાંથી ખળકા બધા સકુશળ બહાર આવ્યા.
-ભાગવત દશમધ, અ. ૨૦, àા. ૧૨-૩૫, પૃ. ૮૮.
(૨) એકબીજાને અરસપરસ ઘેાડા બનાવી જ્યારે ગેાપ બાળકા સાથે કૃષ્ણ અને ખળભદ્ર રમતા હતા, તે વખતે કંસે માકલેલા પ્રલમ્બ નામના અસુર તે રમતમાં દાખલ થયા. તે કૃષ્ણ અને ખળભદ્રને ઊપાડી જવા ઈચ્છતા હતા. એણે ખળભદ્રને ઘેાડા બની તેમને દૂર લઈ જઈ, એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યું. ખળભદ્રે છેવટે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org