Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 105
________________ 60]. The Life of Lord Sri Mahāvira Fig. 126. HGP 3, 38. At the birth of Bhagavăn Sri Mahavira Gods in gaiety. The gods are celebrating the birth of Bhagavan Sri Mahāvīra in great merriment. Four gods are represented in the illustration, the first god on the upper left holds a bell in his right hand and a stick in his raised left hand. Following him another god, beating a drum with both hands. The rhythm of the hands reflect the speed of the movements. In the lower portion, the first god holds a conch and the second blows a pipe. This provides useful information about the musical instruments and the mode of playing them at the time of the composition of the illustration. It shows also that the music was held in high esteem by the people in Western India at that time. ચિત્ર ૧૨. પંચ રૂપે ઈંદ્ર અને મહાવીર જન્મ. જૈસલમેરની પ્રતના પાના ૩૯ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચની છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના મહાવીર જન્મના ચિત્રથી થાય છે. જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થયો હતો, સર્વત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જે ઉપદ્રવનો છેક અભાવ વર્તતો હતો, દિશાઓના અંત પર્યંત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જયજય શબ્દો ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાને સુગંધિ શીતળ પવન પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો વિશ્વના પ્રાણીઓને સુખ-શાંતિ ઉપજાવી રહ્યો હતો, પૃથ્વી પણ સર્વપ્રકારનાં ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકુળ સંયોગોથી દેશવાસી લોકોનાં હૈયાં હર્ષના હિંડોળે ઝૂલી રહ્યાં હતાં, તેમ જ વસંતોત્સવાદિની કીડા દેશભરમાં ચાલી રહી હતી. તે વખતે, મધ્યરાત્રિના વિષે, ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી વિવિધ જાતિનાં કુલેથી આચ્છાદિત કરેલી સુગંધીદાર શમ્યા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણી સૂતા છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બાળકરૂપે પકડીને તેમના તરફ-સન્મુખ જોઈ રહેલાં છે. તેમનો જમણો હાથ તકીઆને અઢેલીને રાખેલ છે. તેમનું સારું કે શરીર વસ્ત્રાભૂષણથી સુસજિત છે. તેમના ઉત્તરીય-વસ્ત્ર-સાડીમાં સુંદર ભાત ચીતરેલી છે. તેમને પોશાક પંદરમા સૈકાના શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશનો સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તથા પલંગમાંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠ પગ મૂકવાનો બાજોઠ-૫ણ ચીતરેલાં છે. ત્રિશલાના પગ આગળ એક સ્ત્રી-પરિચારિકા ઊભેલી છે, અને ઉપરના ભાગમાં ચિત્રની ડાબી બાજુએ, બીજી બે સ્ત્રી-પરિચારિકાઓ હાથમાં વિવિધ વસ્તુઓ પકડીને સેવા કરવાની ઉત્સુકતા બતાવતી બેઠેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઇંદ્ર પંચરૂપે પ્રભુને જન્માભિષેક કરવા લઈ જાય છે તે પ્રસંગ જોવાનો છે. ત્રિશલા માતાને તથા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપીને, ઈદ્ર પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ પોતાને મળે તે માટે પિતાના પાંચ રૂપ બનાવ્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા (આ ચિત્રમાં ઈંદ્રના બદલે હરિમેષિ-ઇંદ્રના પદાતિ–ની રજૂઆત કરેલી છે). બે રૂપે બન્ને બાજુ રહીને ચામર વિઝવા લાગ્યો, એક રૂપે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજી ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો. ચિત્રની મધ્યમાં બે હાથે પ્રભુને પકડીને ઈંદ્ર વેગથી જતો દેખાય છે, બીજા રૂપે સૌથી આગળ વજા ધારણ કર્યું છે, તેની પાછળ ત્રીજા રૂપે ચામર વીંઝતો અને ચોથા રૂપે પ્રભુના મસ્તકે છત્ર ધારણ કરતો તથા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178