Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 82
________________ [41 As Represented in the Kalpasūtra Paintings ચિત્ર ૫૫. દેવસાના પાડાની પ્રતના એક પાના ઉપરથી. સિદ્ધાર્થ રાજાના વચ્ચે અને આભૂષણેનું વર્ણન. આ સુંદર સુશોભનવાળા પાનામાં સોનાની શાહીથી સિદ્ધાર્થ રાજાએ સ્નાન કર્યા પછી જે આભૂષણો પરિધાન કર્યા હતાં, તેમાંના કેટલાક વસ્ત્રો અને આભૂષણોનું વર્ણન કરેલું છે : '“હદય હારથી ઢંકાયેલું હોવાથી તે સવિશેષ દેખાવડું થયું, વિટીયો પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી, આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાંને ખેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાંખ્યો અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ કારીગરે બનાવેલા વિવિધ મણિ અને સુવર્ણ અને રત્નોથી જડેલાં વિમળ બહુમૂલાં, ચકચકતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સુંદર વીરવલયો પહેર્યો. વધારે વર્ણન શું કરવું? જાણે કે તે રાજા સિદ્ધાર્થ-સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંકૃત અને વિભૂષિત બને. આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રધારોએ કરંટના ફૂલની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ધોળાં ઉત્તમ ચામરાથી વિઝાવા લાગ્યો. તેને જોતાં જ લોકો જય જય” એ મંગળનાદ કરવા લાગ્યા. એ રીતે સજજ થયેલો, અનેક ગણનાયક, દંડનાયકે, રાજાઓ, ઈશ્વર-યુવરાજે, રાજાએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલા છે તે તલવર-રાજ્ય સ્થાનીય પુરુષો.” Fig. 55. DVS. KS. A page containst the description of Siddhartha's costumes and ornaments. In this beautiful page is written by gold ink, the description of the some garments and ornments put on by the King Siddhārtha : “His chest, covered with necklaces, delighted well, His fingers looked yellow by his finger-rings. He put on a well-arranged cloth upper garment hanging like a pendant. He put on glittering, well-made, well-jointed, excellent, beautiful Vira Valayas-Armlets indicative of pride of heroism-made of spotless and valuable jewels, gold and precious stones of various kinds by clever artisans. What more? The king was ornamented and decorated like the Kalpa Vriksha-The Wishing Tree yielding desired objects. Anfumbrella embellished with wreaths and garlands of flowers of Korinta Tree, was held over him, and he was fanned by white excellent chowries. His appearance was greeted by the auspicious shouting of victory. Sarrounded by many chieftains, leaders of troops, kings, princes, knights." દેવસા.ની કલપસૂત્રની હસ્તપ્રતના સુંદરતમ સુશોભનવાળા આ પાનામાં પાનાની જમણી બાજુના હાંસિયામાં અનુક્રમે આકાશમાંથી ઊડતા અને નીચે ઊતરતા પિપટ, એક નાના વર્તુળમાં આઠ પોપટનાં મેંઢાઓની અદ્દભૂત સંયોજના, તેની નીચે પાણીમાં તરતી માછલીઓ, અને તેને પકડવાની તત્પરતા બતાવતા ગીધ પક્ષીઓ, અને છેવટે એક બીજાની ચાંચમાં ચાંચ ભરાવીને રજૂ કરેલ મયુર–યુગલ ચિત્રકારનાં પક્ષીસૃષ્ટિના જ્ઞાન માટે આપણને પ્રશંસા કરતાં કરી મૂકે છે. પાનાની ડાબી બાજુના હાંસિયામાં, નિરભ્ર આકાશમાં ઊડતા જુદીજુદી જાતનાં પક્ષીઓ, અને સમુદ્રમાં ચાલતું એક તેતીંગ વહાણ અને તે વહાણના જૂદા જૂદા ભાગ ઉપર બેઠેલા જૂદા જૂદા પક્ષીઓની રજૂઆત, ચિત્રકારની પ્રસંગની રજૂઆતની ખૂબી દર્શાવે છે. વળી, વહાણના નીચેના ભાગમાં વાંકી ડેક કરીને બેઠેલો મયૂર જે ચતુરાઈથી તેને રજૂ કરેલો છે, તે તે તેની કળાના જ્ઞાન માટે ભારે માન ઉત્પન્ન કરે તેમ છે. એ અભૂત મોરની નીચે સમુદ્રનો અગાધ જલરાશિ અને તેની અંદર તરતાં માછલાં વગેરે જલચર પ્રાણીઓની પણ રજૂઆત કરેલી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178