________________
As Represented in the Kalpasūtra Paintings
[57
(૨૫) સમાહારા (૨૬) સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષમીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા અને (૩૨) વસુંધરા નામની આઠ દિકકુમારીઓ દક્ષિણ દિશાના રૂચક પર્વતથી આવી સ્નાન માટે જળથી ભરેલા કળશ લઈ ગીતગાન કરવા લાગી.
(૩૩) ઇલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથિવી (૩૬) પદ્મવતી (૩૭) એકનાસા (૩૭) નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા નામની આઠ દિકકુમારીઓ પશ્ચિમ દિશાના રૂચક પર્વતથી આવી, પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે પંખો લઈને ઊભી રહી.
૪૧) અલંબુસા (૪૨) મિતકશી (૪૩) પુડરીકા (૪૪) વારુણી (૪૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) હી નામની આઠ દિકકુમારીઓ ઉત્તર દિશાના રૂચક પર્વતથી આવી, ચામર વીંઝવા લાગી.
(૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) શતરા અને (૫૨) વસુદામિની નામની ચાર દિકકુમારીકાઓ રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવી, હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશાઓમાં ઊભી રહી.
(૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) સુરૂપ અને (૫૬) રૂપકાવતી નામની ચાર દિકુમારીઓએ રૂચક દ્વીપથી આવીને ભગવંતના નાળને ચાર અંગૂલથી છેટે છેદી, ખોદેલા ખાડામાં નાખી. ખાડો વૈડૂર્યરત્નોથી પૂરી તેની ઉપર પીઠ બનાવ્યું, તથા તેને દૂર્વાથી બાંધીને તે જન્મઘરની પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં. દક્ષિણ દિશાવાળા ઘરમાં પ્રભુને તથા માતાને સિંહાસન ઉપર બેસાડી, બંનેને સુગંધી તેલનું મર્દન કર્યું.
ચિત્રમાં જુદી જુદી દિશા, વિદિશાઓની એકેક દિકુમારી રજુ કરી છે, કારણ કે આટલી જગ્યામાં પ૬ દિકકુમારીઓ ચિતરી શકાય નહિ. ચિત્રમાં કેળના ત્રણ ઘર તથા બે સિંહાસન પણ ચીતરેલાં છે. કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતોમાં આવી રીતનો ચિત્રપ્રસંગ ચીતરેલું જોવામાં આવતો નથી.
છપ્પન દિકુમારીકાઓનાં જુદાં જુદાં ચિત્ર ૬૫ થી ૧૨૦ આ પુસ્તકમાં જ પ્રસિદ્ધ કરેલાં છે. Fig. 121. DUA. 1, 46. Two scenes in one : (a) Mahavira's birth : (b) Goddesses arrive.
The treatment is essentially the same as that of our fig. 7 and 64.
ચિત્ર ૧૨૨ જન્માભિષેક અને ઇંદ્રનું પંચરૂપે પ્રભુને લઈને મેરુ ઉપર જવું. ચિત્ર ૧૨૧ના પાના ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઈંદ્ર પંચરૂપે પ્રભુને મેરુ ઉપર લઈ જાય છે, તે પ્રસંગથી થાય છે. ઈદ્ર પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાનો તમામ લાભ લેવા માટે પિતાનાં પાંચ રૂ૫ બનાવ્યાં. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બંને બાજુએ રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજા ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો. પછી ચિત્રના અનુસંધાને, જન્માભિષેકનો ઉપરનો પ્રસંગ જેવા છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨૩નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્રની મધ્યમાં બે હાથમાં પ્રભુને પકડીને એક રૂપે ઇન્દ્ર વેગથી જતો દેખાય છે, બીજા રૂપે સૌથી આગળ વજ ધારણ કર્યું છે, તેની પાછળ ત્રીજા રૂપે ચામર વીંઝતા અને ચોથા રૂપે પ્રભુના મસ્તકે છત્ર ધારણ કરતો તથા પાંચમા રૂપે ચામર વીંઝતો દેખાય છે. ઇંદ્ર આકાશમાં ઉતાવળથી જતા હોવાથી ચામર ધરતાં બંને રૂપે તથા છત્રવાળું રૂપ આગળપાછળ થઈ ગયાં છે. ચિત્રનાં પાત્રો વેગવાન છે. જે ચિત્રકારનો પીછી ઉપર અદભુત કાબૂ દર્શાવે છે. ૧૫
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org