________________
[5s
As Represented in the Kalpasūtra Paintings
ચિત્ર ૧૦૨ થી ૧૦૫ દિકુ કુમારીઓનું આગમન. પશ્ચિમ દિશાના રૂચક પર્વતમાંથી આવેલી બાકીની ચાર દિકુમારીઓની રજૂઆત ઉલાસપૂર્વક નૃત્ય કરતી પહેલા અને બીજા હાંસિયાઓમાં ચિત્રકારે કરેલી છે.
Fig. 102-105 The dikkumaris arrive. Remaining four dikkumáris came from west direction of Rūcaka mountain are represented in the first and second panel by the artist. They are dancing in joyful attitudes.
ચિત્ર ૧૦૬ થી ૧૧૧. દિકકમારીઓનું આગમન. ૪૧ અલંબુસા, ૪૨ મિકેશી, ૪૩ પંડરીકા, ૪૪ વારુણી, ૪૫ હાસા, ૪૬ સર્વપ્રભા, ૪૭ શ્રી અને ૪૮ હો નામની આઠ દિકકુમારીએ ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આવીને ચામર વિઝવા લાગી.
ચિત્રમાં ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આઠ દિકુકમારીઓ પૈકી છની જ અહીં રજૂઆત કરેલી છે. આ છએના ઊંચા કરેલા એક હાથમાં ચામર છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયાની ત્રણ અને ચોથા હાંસિયાની ત્રણ, એમ કુલ મળીને છ છે.
Fig. 106-111 : Dikkumaris arrive. Named : 41, Alambușā, 42. Mitakesi. 43. Pundarikā, 44. Váruņī, 45. Hāsā, 46. Sarvaprabhā, 47, Srī and 48. Hri, came from north direction of Rücaka mountain and started to fly chamar (fly-whisk).
In the painting, the artist has represented only six dikkumaris. instead of eight, They holds fly--whisks in their hands. They are : Three of the third panel and three of the fourth panel.
ચિત્ર ૧૧૨-૧૧૩ દિકુમારીઓનું આગમન. ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આવેલી બાકીની બે દિકકુમારીઓની રજૂઆત ચિત્રકારે ભાવપૂર્વક નૃત્ય કરતી પહેલા હાંસિયામાં કરેલી છે.
Fig 112-113 The Dikkumaris arrive. Remaining two dikkumāris came from north direction of Rūcaka mountain are represented in the first panel by the artist. Both the dancing figures are the unique figures in the whole series of the dikkūmaris.
ચિત્ર ૧૧૪ થી ૧૧૭. દિકકુમારીઓનું આગમન. ૪૯ ચિત્રા, ૫૦ ચિત્રકનકા, ૫૧ શતરા, અને પર વસુદામિની નામની ચાર દિકુકમારીઓ રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવી હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશાઓમાં ઊભી રહી.
ચિત્રમાં રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવેલી ચારે દિકકુમારીઓના ઉંચા કરેલા એક હાથમાં દીપક (મશાલ) છે. જે અનુક્રમે, બીજા હાંસિયામાં ચારે ચીતરેલી છે.
ચિત્ર ૧૧૮ થી ૧૨૧ દિકકુમારીઓનું આગમન. ૫૩ રૂપા, ૫૪ રૂપાસિકા, પપ સુરૂપ, અને પ૬ રૂપકોવતી નામની ચાર દિકકુમારીઓએ રૂચક દ્વીપમાંથી આવીને ભગવંતના નાળને ચાર આંગળથી છેટે છેદીને, દેલા ખાડામાં નાખી ખાડો વૈડૂર્યરત્નથી પૂરી તેની ઉપર પીઠ બનાવ્યું તથા તેને દૂર્વાથી બાંધીને તે જન્મઘરની પૂર્વ દિશા, દક્ષિણ દિશા, અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં.
ચિત્રમાં રૂચક દ્વીપથી આવેલી ચારે દિકકુમારીઓ પૈકી એકની રજૂઆત ચિત્રકારે ફલક ૪૧માં છપાયેલા ચોથા હાંસિયામાંની પહેલી ચિત્ર ૮૭ તરીકે, અને અહીં ત્રીજા હાંસિયામાંની ત્રણ, કુલ મળીને ચારેની રજઆત કરેલી છે. ચારેના ઊંચા કરેલા એક હાથમાં ફૂલ પકડેલું છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org