Book Title: Life of Lord Mahavira Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal NawabPage 70
________________ As Represented in the Kalpasūtra Paintings [33 સ્વમ દર્શનથી વિમય પામેલી, સંતુષ્ટ થએલી, હર્ષોલ્લાસવાળી ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્રોનું સ્મરણ કરવા લાગી. ત્યારપછી તે ઊઠી અને પાદપીઠથી નીચે ઉતરી. કોઈપણ જાતની માનસિક વ્યગ્રતા વગર, રાજહંસની ગતિથી તે સિદ્ધાર્થ ક્ષત્રિયની શમ્યા પાસે આવી. આવીને પોતાના વિશિષ્ટ ગુણવાળી વાણી વડે સિદ્ધાર્થને જગાડયા, ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાથી ત્રિશલા ક્ષત્રિયાણી રત્નમણિથી શોભતા સિંહાસન ઉપર બેઠાં. પિતાના શ્રમ અને ક્ષોભને દૂર કરી. પિતાની સ્વાભાવિક મધુર, કમળ, લલિત અને ભાવભરી વાણી વડે કહ્યું કે : હે સ્વામી ! હું આજે મહાપુણયશાળી અને ભાગ્યશાળીને એગ્ય શયામાં કંઈક જાગતી અને કંઈક ઊંઘતી હતી, તેવી સ્થિતિમાં ચૌદ મહાસ્વમ દેખી જાગી ઊઠી.” ચિત્રના ઉપરના ભાગમાં મસ્તકે મુગટ અને કાનમાં કુંડલ પહેરીને, જમણું હાથમાં તલવાર પકડીને સુવર્ણના સિંહાસન ઉપર સિદ્ધાર્થ ક્ષત્રિય બેઠેલા છે અને તેમની સામે ભદ્રાસન ઉપર ત્રિશલા ક્ષત્રિયાણી બેસીને ને આવેલા સ્વપ્નનું વૃત્તાંત કહેતાં દેખાય છે. સિદ્ધાર્થની પાછળ એક સ્ત્રીપરિચારિકા પિતાના ડાબા હાથથી ચામર વીંઝતી આ સ્વપ્નને વૃત્તાંત સાંભળતી ઊભેલી છે. સિદ્ધાર્થ અને ત્રિશલાની વચ્ચે મધ્યભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળો ચંદર લટકે છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ભાગનો ચિત્ર પ્રસંગ જોવાનો છે. આ પ્રસંગમાં પણ સિદ્ધાર્થ માથે મુગટ અને કુંડલ વગેરે આભૂષણો અને સુંદર ચિત્રાકૃતિઓવાળા ઉત્તમ રેશમી ઉત્તરાસંગ અને ઉત્તરીય વસ્ત્ર પહેરીને બેઠેલા છે. સિદ્ધાર્થના ઉંચા કરેલા ડાબા હાથમાં લીલે રેશમી રૂમાલ છે, અને જમણે હાથથી સામે બેઠેલા ત્રિશલા ક્ષત્રિયાણીને સ્વપ્નનું ફલ કહે છે. ત્રિશલા ક્ષત્રિયાણી પણ કુંડલ, મસ્તકનું આભરણ અને મોતીની માળા વગેરે આભૂષણો તથા કંચુકી, ઉત્તરાસંગ અને ઉત્તમ જાતિના રેશમની વિવિધ ચિત્રાકૃતિઓવાળું ઉત્તરીય વસ્ત્ર-સાડી પરિધાન કરીને સ્વપ્નનું વૃત્તાંત એક ચિત્તે શ્રવણ કરતાં અને ઉંચા કરેલા પિતાના જમણા હાથથી તે વૃત્તાંત સ્વીકાર કરતાં ભદ્રાસન ઉપર બેઠેલાં છે. ભદ્રાસનની ચિત્રાકૃતિ પણ પ્રેક્ષનીય છે. આ ચિત્રની વેશભૂષા ચિત્રકારના સમયના પહેરવેશને સમકાલીન પૂરાવે છે. અહીં પણ બંનેના મધ્યભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળે ચંદર બાંધે છે. સ્ત્રી-પરિચારિકા ચામર વીંઝતી અને સ્વપ્નનું ફલ સાંભળતી આ પ્રસંગમાં રજૂ કરેલી છે. Fig. 46. : Siddhartha and Trishala. JSM. Fol. 37. Size 31” 3”. On waking from the fourteen dreams, Trisalā with stately gait like that of the royal swan (raja hamsa), went to the couch of the Ksatriya Siddhartha, and addressed him. With the permission of Siddhārtha, Trisalā sat down upon the throne of honour and related to him the fourteen dreams. He assured her that the dreams presaged the birth of a son, who would become a mighty monarch-in Jainism, the dreams indicate the child just conceived will be either a world-emperor or a Saviour. King Siddhartha sits at the left on his throne. An elaborated canopy hanging between them. In the left hand of Siddhartha is a flower and in his right hand his sword, this being the customary pose in this art of a King occupying the throne. Trišala faces him, seated on the bhadrasana mentioned in the KS Text. A female chauri-bearer is standing behind the throne of King Siddhārtha. The rich silk printed garments put on by both reflect varied details and provide to the posterity the progress in printing of fabrics and drapery in the early 15th century. The representation of Gujarati patola a patternised silk textile is found here. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178