Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 28
________________ As Represented in the Kalpasūtra Paintings દિગદાહ જેવા ઉપદ્રવને છેક અભાવ વર્તતો હતો, દિશાઓના અંત પર્યંત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાયેલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જયજય શબ્દો ઉચ્ચાર કરી રહ્યાં હતાં. દક્ષિણ દિશાને સુગંધી શીતળ પવન પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતે વિશ્વનાં પ્રાણીઓને સુખ-શાંતિ ઉપજાવી રહ્યો હતો, પૃથ્વી પણ સર્વ પ્રકારનાં ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકુળ સંગેથી દેશવાસી લોકોનાં હૈયાં હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી, તેને વખતે, મધ્યરાત્રિને વિષે, ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિત પણે આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી વિવિધ જાતિનાં ફલોથી આચ્છાદિત કરેલી સુગંધીદાર શમ્યા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણ સૂતાં છે. જમણે હાથે પ્રભુ મહાવીરને બાળકરૂપે પકડીને પરિચારિક સન્મુખ જઈ રહ્યાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે. તેમનું સારું યે શરીર વસ્ત્રાભૂષણથી સુસજિજત છે. તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડીમાં કલની અંદર ભાત ચીતરેલી છે. તેમને પોશાક ચૌદમા સૈકાના શ્રીમંત–વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશનો સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તથા પલંગમાંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠ-પગ મૂકવાનો બાજોઠ-પણુ ચીતરેલાં છે. ઉપરના ભાગની છતમાં ચંદરવો પણ બાંધેલો છે. Fig. 7. 5, AMI. Mahāvira's birth, On the thirteenth day of the light fortnight, while the moon was in conjunction with the asterism Uttaraphalguni, in the month Chaitra, the first month of Summer, In the middle of the night, Trisalā gave birth to Mahāvíra. Trisalā is represented lying on a golden couch furnished with a flower, bedsheet and a cushion. The babe Mahāvíra is supported on her right arm. Her sārí is decorated with a flower pattern (hamsvastra), a scarf covering her coiffure is wrapped round her waist and she wears ornaments. ચિત્ર ૮ પ્રભુ શ્રીમહાવીરને પંચમુષ્ટિ લોચ. ઇડરની પ્રતના પાના ૬૦ ઉપરથી. અશોકવૃક્ષની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા અને પિતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછનો અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી મષ્ટિ લોન્ચ કર્યો. એ વખતે પ્રભુને નિર્જળ છડ્રનો તપ હતો જ. ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયો ત્યારે ઈન્ડે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષ રહિતપણે કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિકને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગ્રહવાસનો ત્યાગ કરીને સાધુપણાને પામ્યા. ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર નથી, પરંતુ અશોકવૃક્ષની નીચે પિતાના ડાબા હાથે મસ્તકના વાળને લેચ કરવાને ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જતા ભગવાન મહાવીર અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતે ઇન્દ્ર દેખાય છે. Fig. 8 AMI. 60. Sri Māhāvíra plucks out his hair. Desending from the palanquin, Mahāvíra divested himself of all his fine clothes and ornaments, fasted a Six-meal fast, put on a divine robe, and when quite alone, tore out his hair by five handfuls. In the lower portion at the left Mahāvira is dressed only in a lower garment (dhoti). As he plucks out his hair, Sakra catches it. At the right Sakra is four-armed and carries the vajra as an attribute. Like Mahavira he is seated. Below are mountain peaks, in exaggerated conformity with the AS. statement that the palanquin stopped on slightly elevated ground. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178