Book Title: Life of Lord Mahavira Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal NawabPage 44
________________ As Represented in the Kalpasūtra Paintings [15 ૧૫. ઋષભદત્ત દેવાનંદાને સ્વપ્નનું ફળ કહે છે. જૈસલમેરના ભંડારની ક૯પસૂત્રની હસ્તપ્રતનાં પાના ૨ ઉપરથી આ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્ન જોઈને દેવાનંદાના હર્ષ, સંતોષ અને વિમયનો પાર ન રહ્યો. ચિત્તમાં આનંદ, હદયમાં પ્રીતિ અને મનમાં પરમતુષ્ટિને અનુભવ થયો, આ મહાસ્વપ્ન જોઈને તેણીને એટલે બધે હર્ષ થયો કે વરસાદના પાણીથી પોષાએલું કદંબનું ફૂલ જેવી રીતે પ્રફુલ્લ થાય તેવી રીતે તેણીના રોમેરોમ વિકસ્વર થયા. તે પછી તેણી આવેલા સ્વપ્નનું એક પછી એક સમરણ કરવા લાગી, અને પોતાની પથારીમાંથી ઉઠીને ઘણી જ ધીરજ શાંતિ, સ્થિરતા અને ગંભીરતાપૂર્વક, રાજહંસના જેવી ગતિ વડે પોતાના પતિ ઋષભદત્ત બ્રાહ્મણ જ્યાં હતા ત્યાં આવી. આવીને ઋષભદત્ત બ્રાહ્મણને જય તથા વિજયથી વધાવ્યા. આ રીતે વધાવીને ભદ્રાસન પાસે ગઈ. ત્યાં શ્રમને પરિહરી, ક્ષોભને દૂર કરી, સુખપૂર્વક આસન પર બેઠી. પછી બંને હાથના દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરીને દેવાનંદા આ પ્રમાણે બેલી :- “હે દેવાનુપ્રિય! આજે શય્યામાં હું થોડી થોડી ઉંઘતી હતી તે વખતે મેં આવા ઉદાર અને લક્ષમીને આપવાવાળા ગજ, વૃષભ વગેરે ૧૪ મહાસ્વપ્નો, આ પ્રમાણે જોયાં અને તે જોઈને હું જાગી ઉઠી. હે દેવાનુપ્રિય! આ ચૌદ મહાસ્વપ્નોનું કેવું કલ્યાણકારી ફલ મલશે તેને મને વિચાર આવે છે.” પછી ઋષભદત્ત દેવાનંદા પાસેથી સ્વપ્નને લગતે સઘળે વૃત્તાંત સાંભળીને રાજી થ, સંતોષ પાયે, અને તેના રોમેરોમ વિકસ્વર થઈ ગયાં. પછી તેણે પિતાના મનમાં એ સ્વપ્નોના અર્થોનો ઉકેલ કરીને, પિતાની સામે જ બેઠેલી દેવાનંદાને આ પ્રમાણે કહેવા માંડયું. ચિત્રમાં ભદ્રાસન ઉપર બેઠેલે ઋષભદત્ત પિતાનો ડાબો હાથ ઉંચા કરીને, સામે જ ભદ્રાસન ઉપર બેઠેલી દેવાનંદાને સ્વપ્નનું ફલ કહેતે સ્પષ્ટ રીતે રજૂ કરેલ છે, ઋષભદત્તની તથા દેવાનંદાની વેશભૂષા ચિત્રકારના સમયના પુરુષ–સ્ત્રીઓની વેશભૂષાને ઉત્તમત્તમ પૂરા છે. ઋષભદત્તની દાઢીના એકએક વાળ ગણી શકાય તેવી રીતે ચીતરીને આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે પોતાની ચિત્રકળાની સિદ્ધહસ્તતાને પૂરા રજૂ કરેલ છે. કલ્પસૂત્રની સેંકડો સચિત્ર હસ્તપ્રતોમાં આ હસ્તપ્રતનાં ચિત્રો જેટલાં કલાપૂર્ણ ચિત્રો મારાં જોવામાં આવ્યાં નથી. બંનેનાં વસ્ત્રો પરની ચિત્રાકૃતિઓ આપણને તે સમયનાં રેશમી પટોળાંનાં સુંદર નમૂનાઓ પૂરા પાડે છે. આ ચિત્રમાં ગુલાબી, કેસરી, રાત, કાળ, વાદળી, પીળો, રૂપેરી તથા સોનેરી રંગોનો ચિત્રકારે ઉપયોગ કરે છે. Fig. 15 Rsabhadatta and Devanada. JSM. Fol. 2 size 29" x 3". When Mahā vīra descended from Puşpottara heaven in the womb of Devānanda, she saw fourteen blessed dreams representing all forms of prosperity and good luck in a semi-conscious stage. This awakened her and her joy was boundless. She experienced a wonderful stage of blissful mind, love in her heart and unique satisfaction of mind. Devānandā gave a graphic description of all fourteen dreams. Rşabhadatta expounded the mysteries of her dreams, which signified the birth of a son who would either a world emperor or saviour. Brahmaņa Rşabhadatta is seen seated at the left on the seat of honour with beautiful canopy above him, and handkerchief in his right hand. Devānandā faces him, seated on Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178