Book Title: Life of Lord Mahavira Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal NawabPage 51
________________ 18] The Life of Lord Sri Mahavira નેત્ર ઉપર પ્રસન્નતા છવાઈ રહી. તરત જ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પોતાના સિંહાસન ઉપરથી ઊઠચો, ઊઠીને પાદપીઠથી નીચે ઊતર્યાં, ઊતરીને રત્નાથી જડેલી બંને પાદુકાઓને પગમાંથી ઉતારી નાખી. પછી એક વસ્ત્રવાળું ઉત્તરાસંગ ધારણ કરીને અંજિલ વડે બે હાથ જોડી તીર્થ'કરની સન્મુખ સાત-આઠ પગલાં ગા. પછી પેાતાના ડાબે ઢીંચણ ઊભા રાખી, જમણા ઢીંચણને પૃથ્વીતળ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયુ, અને તે સાથે પાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને બેરખાથી સ્તંભિત થએલી પેાતાની ભુજાઓને જરા વાળીને ઊંચી કરી, બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને શક્રસ્તવ વડે પ્રભુ શ્રીમહાવીરની સ્તુતિ કરી. ચિત્રમાં ઇન્દ્ર સિંહાસનની નીચે પાતાના ડાખા ઢીંચણુઊભા રાખીને તથા જમણેા ઢીંચણુ જમીનને અડાડીને શક્રસ્તવ ખેલતા બેઠેલા છે. ઇન્દ્રના ચાર હાથ પૈકી બે હાથ અભયમુદ્રાએ રાખેલા છે, નીચે રાખેલા જમણા હાથમાં ફલ છે તથા બીજા ઊંચા કરેલા ડાબા હાથમાં અંકુશ છે. ઇન્દ્રના ઉત્તરીય વસ્ત્રમાં સુંદર ડીઝાઈન છે. ઈન્દ્રના હાથની આંગળીઓ વગેરેની રજૂઆત ચિત્રકારની કલાપ્રવીણતાનું દિગ્દર્શન કરાવે છે. Fig. 20. DUA. 1, 8. Sakra reveres Mahāvāra's embryo. Sakra, by the power of his avadhi (all-seeing) knowledge, saw that Mahavira had descended to the earth. He left his throne, took off his bejewelled shoes, arranged his garments, folded his hands in a gesture of worship, andvanced seven or eight steps towards the Tirthankara, bent his left knee and rested upon the right and touched the earth with his head three times. He joined his hands. put them to his head, and then, after addressing all the holy beings, spoke in praise (shakrastava) to Mahāvāra. At the left Sakra kneels with hands extended in worship, and behind him are four gods standing in worship. Above him is his honorific parasol. ચિત્ર ૨૧. શક્રસ્તવ. જૈસલમેરની પ્રતના પાના ૯ ઉપરથી. વર્ણન માટે જૂએ ઉપરના ચિત્ર ૨૦નું આ પ્રસંગને જ લગતું વર્ણન. ચિત્રમાં ડાબી બાજુએ ઇન્દ્ર પાતાના અને ઢીંચણુ પૃથ્વીતળ ઉપર લગાડી બે હાથની અંજિલ જોડીને ભક્તિપૂર્વક શક્રસ્તવ ખેલતા હોય તેમ સ્પષ્ટ દેખાય છે. ઈન્દ્રના અને હસ્તની અંજલિમાં ઉત્તરાસંગ પકડેલું છે. ચિત્રમાં જમણી બાજુએ શક નામનું સિંહાસન સુંદર ચિત્રાકૃતિઓવાળું ચીતરેલું છે. ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવા આંધેલા છે. આ ચિત્રમાં ચિત્રકારે સાનાની શાહીના જ મુખ્યત્વે ઉપયોગ કરેલો છે. ઇન્દ્રની રજૂઆત ચિત્રકારે બહુ જ સરસ રીતે કરેલી છે. Fig. 21. JSM. 9. Sakra revers Mahāvāras cmbryo. The treatment is essentially same as that in figure 20. ચિત્ર ૨૨, શકાણા, પાટણના પાના ૮ ઉપરથી. શક્રસ્તવ કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ઇન્દ્ર પાતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા. ત્યાર પછી દેવાના રાજા શક્રેન્દ્રને વિચાર થયા કે તીર્થંકરા, ચક્રવર્તીએ, બલદેવા અને વાસુદેવે માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઈ શકે. તેથી તુચ્છ, ભિક્ષુ અને નીચ એવા બ્રાહ્મણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178