Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 52
________________ As Represented in the Kalpasūtra Paintings [19 કુળમાં મહાવીરના જીવનું અવતરવું યોગ્ય નથી, એમ વિચારી શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણીની કક્ષિને વિષે મૂકવાનો નિશ્ચય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપે જે ગર્ભ હતો તેને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં મૂકવાનો વિચાર કર્યો. નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હરિણે મેષી નામના દેવને બોલાવી પિતાની આખી યોજનાની સમજૂતી આપતાં કહ્યું કે : “હે દેવાનુપ્રિય! દેવના ઈન્દ્ર અને દેવોના રાજા તરીકે મારે એ આચાર છે કે ભગવાન અરિહંતને શુદ્ર કુળોમાંથી વિશુદ્ધ કુળમાં સંક્રમાવવા. માટે છે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી સંહરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગર્ભપણે સંકમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીને જે ગર્ભ છે તેને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે સંકમાવ. આટલું કામ પતાવીને જલદી પાછો આવ અને મને નિવેદન કર.” આ ઘટનાને લગતી જ ઘટના કૃષ્ણના સંબંધમાં બન્યાને ઉલેખ ભાગવત, દશમસ્કંધ, અ. ૨, લો. ૧ થી ૧૩, તથા અ. ૩, લે. ૪૬ થી ૫૦માં જોવામાં આવે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે. “અસુરને ઉપદ્રવ મટાડવા દેવાની પ્રાર્થનાથી અવતાર લેવાનું નકકી કરી વિષગુએ યોગમાયા નામની પોતાની શક્તિને બેલાવી. પછી તેને સંબોધી વિષણુએ કહ્યું કે તું જ અને દેવકીના ગર્ભમાં મારે શેષ અંશ આવેલ છે, તેને ત્યાંથી (સંકર્ષણ) હરણ કરી વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર-રામરૂપે અવતાર લેશે અને તું નંદપત્ની યશોદાને ત્યાં પુત્રી રૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમાં ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે તારે પણ યશોદાને ત્યાં જન્મ થશે. સમકાળે જન્મેલા આપણું બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે.” ચિત્રમાં સુવર્ણના સિંહાસન ઉપર ચાર હાથવાળા કેન્દ્ર બેઠેલો છે. કેન્દ્રના ચાર હાથે પૈકી ઉપરના જમણે હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ છે તથા નીચેના જમણે હાથમાં તલવાર અને ડાબા હાથમાં ફલ છે. ઈન્દ્રના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર છત્ર લટકે છે. વળી ઈન્દ્રના મસ્તકના પાછળના ભાગમાં રત્નજડિત સુવર્ણનું સુંદર ડિઝાઈનોવાળું ભામંડલ છે. ઈન્દ્ર આખા શરીરે વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને બેઠેલે છે. ઈન્દ્રના ઉત્તરાસંગના બે છેડા પવનમાં ઊડતા દેખાય છે અને કમર નીચેના વાદળી રંગના રેશમી ઉત્તરીય વસ્ત્રમાં હંસપક્ષીની સુંદર ડિઝાઈન ચીતરેલી છે. વળી સિંહાસનના ચારે પાયાની નીચે એકેક સિંહની આકૃતિ ચીતરેલી છે. ઈન્દ્રની સામે બે હાથ જોડીને ઈન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરતો વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને હરિણામેષિન દેવ મસ્તક ઉપર સુંદર છત્ર સહિત ઊભેલો છે. આ ચિત્રનું એકેએક અંગ પ્રમાણપત છે અને પંદરમા સૈકાના ગુજરાતી ચિત્રકારેના ચિત્રનો સુંદર નમૂનો છે. ઈન્દ્રના પગની નીચેના ભાગમાં તેના વાહન હાથીની સુંદર હાર ચીતરેલી છે. Fig. 22. HGP 2, 8, Sakra commands Hariņaigameşin. Sakra, reflecting that in all periods Tirthankaras are born only in families of the ruling caste (Ksatriya) and never in those of the priestly caste (Brāhmaṇa), decides that he must have the embryo in the Brāhmaṇi Davånanda's womb exchanged for that in the womb of Ksatriyāņi Trisalā, wife of King Siddhārtha of the Kāśyapa gotra. He summons Hariņaigameşin, commander of his infantry and instructs him to make the exchange, Harīņaigameşin signifies obedience. At the left is Sakra seated on his throne. Facing him, at the right, is Hariņaigameşin, with his hands in a gesture of obedience. Hariņaigameşin is represented in the paintings as a being with a human body or with a human body and the head of an antelope as in this illustration. In our next (fig. 23) illustration the head is that of an antelope with horns. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178