Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 34
________________ As Represented in the Kalpasūtra Paintings શ્રમણ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાનો ચોથે મહિને, વર્ષાકાળનું સાતમું પખવાડિયું એટલે, કે કાર્તિક માસનું (ગુજરાતી આ માસનું) કૃષ્ણ પખવાડિયું, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડિયાના પંદરમે દિવસે (ગુજરાતી આસો માસની અમાસે) પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા, તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર નં. ૧માં વર્ણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણો સહિત ચીતરેલી છે. નિર્વાણુ-કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશિલાની આકૃતિ અને બંને બાજુ એકેક ધળી ગોળાકૃતિ વધારામાં ચીતરેલી છે. જે નિર્મળતાની દ્યોતક છે. આ ચિત્રની પૃષ્ઠભૂમિ રાતા રંગની છે. Fig. 10. SMN. 1. 66. Mahāvīra as a siddha. At death a liberated soul goes to Siddasilā, which is at the top of the universe, and is shown upon on open white parasol made of pure white gold, measuring 4,500,000 Yojanas long and as many wide, eight Yojanas thick at the middle but tapering off till all the edges it is thinner than a fly's wing. All varieties of Siddhas (perfected beings) go there after death; of these Tirthankaras are the foremost. There the released souls dwell in omnipotence and omniscience, and perfect blissful. Mahavira fully adorned as in figure 1, sits on a throne. The Siddhasilā is represented in the shape of a crescent. with a white round design on either sides which depicts perfectness and pureness, of perfected beings. ૧૧. અષ્ટમંગલ. નવાબ ૮ ઉપરથી. અષ્ટમાંગલિકની માન્યતા જૈનોમાં બહુ પ્રાચીન સમયથી પ્રચલિત છે. જે વાતને મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા પાષાણના પ્રાચીન આયાગપટ પુષ્ટિ આપે છે. પ્રાચીન સમયમાં પ્રભુની સન્મુખ જૈન ગૃહસ્થ અષ્ટમાંગલિકને અક્ષતથી આલેખતા હતા. હાલમાં તે રિવાજ લગભગ નાશ પામ્યો છે, તે પણ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મોટા મહોત્સવ સમયે લાકડામાં કોતરેલા અષ્ટમાંગલિકનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે અને દરેકે દરેક જિનમંદિરમાં અષ્ટમાંગલિકની ધાતુની પાટલીઓ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે, જેની પૂજા ચંદન-કેસર વગેરેથી કરવામાં આવે છે. તેની માન્યતા આ રીતે આજે પણ પ્રચલિત હોવા છતાં પણ અષ્ટમાંગલિકનાં પૂરેપૂરાં નામ જાણનાર વર્ગ પણ સંકડે એક ટકો ભાગ્યે જ હશે, તો પછી તે આલેખવાના હેતુઓ-ઉદ્દેશ–ને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરનારની તો વાત જ શી ? કોઈ વિરલ વ્યકિતઓ હશે પણ ખરી, છતાં પણ અષ્ટમાંગલિકને આલેખવાના ઉદ્દેશને લગતી કલ્પના ‘શ્રીઆચારદિનકર નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કરેલી છે, તે અતિ મહત્તવની હોઈ તેના ભાવાર્થ સાથે ટૂંકમાં અત્રે આપવી યોગ્ય ધારી છે. ૨ आत्मालोकविधौ जनोऽपि सकलस्तीनं तपो दुश्चर दानं ब्रह्मपरोपकादकरणं कुर्वन्परिस्फूर्जति । सोऽयं यत्र सुखेन राजति स वै तीर्थाधिपस्याग्रतो निर्मयः परमार्थवृत्तिविदुरै सज्ञानिभिर्दर्पणम् ॥ १ ॥ ભાવાર્થ : આત્માનું જ્ઞાન મેળવવાને–એાળખવાને માટે દરેક મનુષ્ય તીવ્ર અને દુશ્ચર એવું તપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર એ બધાને કરતો શોભે છે; તે મનુષ્ય જ્યાં સુખપૂર્વક શુભે–પિતાનું દર્શન કરી શકે–એવું દર્પણ પરમાર્થને સમજનાર સદજ્ઞાનીઓએ તીર્થંકર દેવના આગળ આલેખવું. 1. The Jaina Stupa and other Antiqities of Mathura Plate No. VII & IX by V. A. Smith. ૨. આચારદિનકર પત્ર ૧૯૭–૧૯૮ Jain Education International tucation Intermational www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178