Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ રાજવી ભીમદેવે રાજના વિદ્વાન પંડિતોને માળવાના પડકારની વાત કરી. રાજમંત્રીઓ અને અન્ય પંડિતોએ એમ કહ્યું કે આ કામ તો માત્ર સૂરાચાર્ય જ કરી શકે. રાજાએ આદરપૂર્વક સૂરાચાર્યને રાજસભામાં બોલાવ્યા અને એમને રાજા ભોજે મોકલેલા શ્લોકના ઉત્તરની વાત કરી. હમણાં જ ઉચ્ચારાયેલા ગુરુવર્યોના શબ્દો સૂરાચાર્યના કાનમાં ગુંજતા હતા. સૂરાચાર્યે આવતાંની સાથે જ રાજા ભોજની સમસ્યાનો ઉકેલ બતાવતાં કાવ્યસંદેશાનું સર્જન કર્યું. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ગુજરાતમાં આવી અનુપમ કાવ્યશક્તિ ધરાવનાર કોઈ સર્જક સાધુ હોય. એ પછી તો ગુજરાત અને માળવા વચ્ચે કાવ્યરચનાઓનું આદાનપ્રદાન થતું ગયું અને બંને પ્રદેશોમાં કાવ્યરસની છોળો ઊડવા લાગી. ચૈત્યમાં ધર્મનૃત્યનાટિકાથી થાકેલી નર્તકી વારંવાર થાંભલાની આડમાં જઈને પોતાના તાલથી જ પરસેવો લૂછતી હતી. આવા પ્રસંગ પર રાજા ભોજે કાવ્યરચના કરી. એના પ્રતિ શ્લોક રચનાર સુરાચાર્યની સર્ગશક્તિ પર રાજા ભોજ પ્રસન્ન થયા. માળવામાં આવ્યા બાદ સુરાચાર્યે પોતાની પ્રતિભાથી રાજા ભોજની વિદ્વત્સભાને ચકિત કરી દીધી. આ સમયે પંડિતોએ એક નાના બાળકને પોપટની જેમ પઢાવીને એમની સાથે યુક્તિ કરી છે. વિદ્વત્તાના સાગર શ્રી સૂરાચાર્ય એમ કંઈ પાછા પડે ખરા ? એમણે બાળકને લાડકોડથી રમાડવા માંડ્યો. કાલીઘેલી ભાષામાં એની સાથે વાત કરવા લાગ્યા. આ સમયે પોપટની જેમ રટણ કરી જાણતા બાળકની સૂરાચાર્યે ભૂલ બતાવી તો એ બાળક સહજપણે બોલી ઊઠ્યો, “હું તો મારી પાટીમાં લખેલું બોલું છું. મને જેવું ગોખાવવામાં આવ્યું છે તે જ બોલું છું.” આમ પંડિતોની પોલ ઉઘાડી પડી ગઈ. આખરે ભોજના દરબારના પંડિતો શ્રી સુરાચાર્ય સાથે વાદવિવાદમાં ઊતર્યા, પરંતુ સૂરાચાર્યે સહુને પરાભવ આપ્યો. આચાર્યશ્રી સૂરાચાર્ય સોલંકી યુગની રાજધાની પાટણમાં પહોંચ્યા, ત્યારે પાટણના રાજવી ભીમદેવ અને નગરજનોએ એમનું ભવ્ય સન્માન કર્યું. એમણે ભગવાન ઋષભદેવ અને ભગવાન નેમિનાથ એ બંનેના ચરિત્રરૂપ કાવ્યગ્રંથ રચ્યો હતો. વિ. સં. ૧૦૯૦માં એમણે ગદ્ય-પદ્યમાં નેમિરિત્ર મહાકાવ્યની રચના કરી. શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર એમ ત્રણે શાસ્ત્રોમાં શ્રી સૂરાચાર્યની વિદ્વત્તા સમાન રૂપે પ્રગટ થઈ. કથામંજૂષા ૧૨ ૭. તું છે અનુપમ ! વિક્રમનો તેરમો સૈકો. ગુજરાતના સુવર્ણયુગનો આખરી તબક્કો. ઇતિહાસમાં અમર બનનાર વસ્તુપાળ અને તેજપાળની બેલડીની પરાક્રમગાથાઓ ગવાતી હતી. એક સમયે વસ્તુપાળ અને તેજપાળ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરવા નીકળ્યા. પોતાની જે કંઈ સંપત્તિ હતી તે સાથે લઈને આ મંત્રી-કુટુંબ યાત્રાર્થે નીકળ્યું હતું. એક દિવસ બંને ભાઈઓ વચમાં આવતા હડાળા નામના ગામમાં નિરાંતે બેઠા હતા, ત્યાં વિચાર આવ્યો કે સોરઠમાં તો ભલભલા લોકો લૂંટારાનો ભોગ બનીને લૂંટાઈ જાય છે. આથી એમણે પોતાની સાથેની મિલકતનો ત્રીજો ભાગ જંગલમાં ક્યાંક ભંડારી દેવાનું નક્કી કર્યું. રાત્રે બંને ભાઈઓ પોતાનું એ ધન ધરતીમાં દાટવા ગયા, ત્યાં તો ધરતીમાંથી સોનામહેરો ભરેલો ચરુ નીકળી આવ્યો. એમણે વિચાર્યું કે આપણે લક્ષ્મીને ભૂમિમાં ભંડારવા ગયા, પરંતુ ભૂમિમાંથી વધુ લક્ષ્મી મળી. બંને ભાઈઓએ વિચાર્યું કે આ આપણી મહેનતનું ધન નથી તેથી તેનો શો ઉપયોગ કરવો ? આ અંગે અનુપમાદેવીની કથામંજૂષા ૧૩

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82