________________
અવસર છે.”
શ્રી રામે કહ્યું, “લક્ષમણ ! રાવણે સીતાનું અપહરણ કરવાનું દુષ્કૃત્ય કર્યું તે સાચું. એટલે અંશે એણે અન્યાયનો આશરો લીધો તે પણ સાચું, પરંતુ આ દુષ્કૃત્ય વિસ્મૃત કરીને રાવણનો વિચાર કરી જુઓ !”
લમણે પૂછ્યું, “કેવો લાગે છે રાવણ ?''
રામે કહ્યું, “રાવણ પાસે અગણિત ગુણોનો ભંડાર હતો. માત્ર એના અહંકારને કારણે એણે આવું કર્યું, પરંતુ જો એમાંથી એ બચી શક્યો હોત તો એના ગુણોએ એને મહાન બનાવ્યો હોત. આજે એના મૃત્યુ સમયે મને એમ લાગે છે કે વિશ્વમાંથી એક તત્ત્વવેત્તા વિદાય પામી રહ્યો છે, એથી જ એના મૃત્યુની વાત મારી આંખમાં આંસુ લાવે છે.”
લક્ષ્મણ રામની ભાવના જોઈને પ્રસન્ન થયો. એ તરત રાવણ પાસે દોડી ગયો અને એને કહ્યું કે, “દશાનન, તમારા જીવનના અંતકાળના સમાચાર જાણીને મારા મોટા ભાઈ ખૂબ ૨ડી પડ્યા અને તમારા સારા ગુણોનું ચિંતવન કરવા લાગ્યા.”
આ સાંભળી અંતિમ શ્વાસ લેતા રાવણે કહ્યું, “સુમિત્રાનંદન ! એટલે તો સહુ કોઈ એમને રામ કહે છે.”
રાવણનો આ ઉત્તર સાંભળીને લમણ સ્તબ્ધ બની ગયો.
રામ અને રાવણ એ કબીજાના વિરોધી હતા, પરંતુ સાથોસાથ પરસ્પરના ગુણોને ઓળખનારા હતા. આને પરિણામે જ રામ રાવણના ગુણો જોઈ શકે છે અને રાવણ રામની મહત્તા પારખી જાણે છે.
૩૨. એટલે તો એ રામ છે
રામાયણ અનેક રૂપે મળે છે. ભારતમાં પ્રચલિત રામાયણ અને બર્મા, શ્રીલંકા, જાવા કે સુમાત્રામાં મળતી રામાયણ ભિન્ન છે. આવી જ રીતે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ પણ મળે
જૈન રામાયણમાં મળતો આ એક માર્મિક પ્રસંગ છે. યુદ્ધના મેદાન પર રાવણ અંતિમ શ્વાસ લેતો હતો. થોડી પળોનો એ મહેમાન હતો. આયુષ્યનો દીપક બુઝાવાની તૈયારીમાં હતો.
લમણે શ્રી રામને આ સમાચાર આપ્યા. એ સમાચાર સાંભળતાં જ રામ ધ્રુસકે ને ધ્રુસકે ૨ડવા લાગ્યા.
આ જોઈને સહુ કોઈને આશ્ચર્ય થયું. રાવણનો સંહાર કરવા માટે તો રામે યુદ્ધ ખેલ્યું અને એ રાવણ મૃત્યુ સમીપ હોવાના સમાચારથી તો રામ આનંદિત થવા જોઈએ, એને બદલે વ્યથિત થઈ ગયા !
લક્ષ્મણે વડીલબંધુ રામને કહ્યું, “મોટા ભાઈ ! તમે શા માટે આટલું બધું રડો છો ? તમારે માટે તો આ ધ્યેયસિદ્ધિનો
11 શ્રી મહાવીર વાણી | શરીરધારીઓને ત્રણ પ્રકારના આત્મા હોય છે - પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા. બહિરાત્માનો ત્યાગ કરીને અંતરાત્મા દ્વારા પરમાત્માનું ધ્યાન કરાય છે.
શ્રી મોક્ષપાહુડ ૪
કથામં પાઉ
કથાનું પાપ