Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 74
________________ લ ૬૦. આતિથ્યનો આનંદ શ્રીદેવી કહે તો વિમલ મંત્રીની હું ઘરવાળી છું. ઘર મારું છે ને મારી વિનંતી છે કે ડાયરો જમીને જાય, ડાયરો કહે, ‘તો અમે ઝાઝા માણસો છીએ.” શ્રીદેવી કહે “એની ચિંતા નથી. ડહેલી વિશાળ છે અને દિલ પહોળું છે.' ભાટ-ચારણોનો ડાયરો રોકાયો, નાહ્યા-ધોયા પછી જમવા બેઠા. છૂટું ચૂરમું ને ઉપર વાઢીએ ઘી ! પીરસે શ્રીદેવી. ભાટ-ચારણો કહે, ‘બાપ ! ખમૈયા કર, અમારે પેટ છે, પાદર નથી.' શ્રીદેવી કહે, “ખમૈયા તો કરું પણ મારા પ્રશ્નનો ઉત્તર આપો તો !! ભાટ કહે, “પૂછો !' શ્રીદેવી કહે, ‘સંતાનોને મૂકીને મેવા-મીઠાઈ કોણ જમે ?” ભાટ વિચારમાં પડી ગયા. શ્રીદેવી કહે, ‘તમે જમ્યા ને તમારાં બાળક એમ ને એમ રહ્યાં. આ ન શોભે, તેડાવો એમને.' ભાટ કહે, ‘બે દિવસ લાગે.’ તો શ્રીદેવી કહે, ‘અહીં વાંધો નથી. ગામ આખાને કંઠ અને કહાણીની લહાણી કરજો.’ ભાટ રોકાયા, છોકરાં તેડાવ્યાં. ત્યાં તો મંત્રીશ્વર વિમલ આવ્યા. વિમલમંત્રી કહે, ‘શ્રીદેવીને બે દિવસ આપ્યા તો મને ચાર મળવા જોઈએ. પુરુષોએ પુરુષનો પક્ષ લેવો ઘટે.’ ભાટચારણો મોંમાં આંગળાં નાખી ગયા. મહેમાની તો વિમલ મંત્રીની ! મહામંત્રી વિમલની નામના ચારે દિશામાં હતી. બહુ નામના પણ સારી નહીં. ભલભલાના દિલમાં ઈર્ષા જગાડે. તેઓએ ભાટચારણોને તૈયાર કર્યા રે વિમલના શો ભાર ! હમણાં એની ખબર લઈ નાખીએ. વાતવાતમાં પાંચસો ને અગિયાર ભાટ વિમલ શાહને મળવા ચંદ્રાવતીને દ્વારે આવ્યા. ચંદ્રાવતી એટલે આરસની નગરી! વિમલમંત્રી બહારગામ હતા. રડતી હતી ને પિયરિયાં મળ્યાં ! ભાટ-ચારણો કહે કે હોશિયાર યજમાન ઘેર હોય જ નહીં. ચાલો. આ વખતે વિમલમંત્રીનાં પત્ની શ્રીદેવીએ તેમણે કહેવરાવ્યું કે ડાયરો બધા જમીને જાય. ડાયરો કંઈ માને ? શાણી શ્રીદેવીએ કહેવરાવ્યું કે ડાયરાએ જમીને જવું હોય તો જાય, ન જમવું હોય ને જવું હોય તો ભલે જાય, પણ મારા એક પ્રશ્નનો ઉત્તર આપતા જાય. આ ઘર કોનું? ડાયરો વિસ્મય પામ્યો. આગેવાને કહ્યું, ‘ઘર તો સ્ત્રીનું જ 11 શ્રી મહાવીર વાણી | ધર્મ જ એક એવું પવિત્ર અનુષ્ઠાન છે, જેનાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર ૧.૧.૪૦ થામંજૂષા ૧૩૬ કથામંજૂષા ૧૩૭

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82